આગરકર-રહાણેના કમબૅકથી મુંબઈની ટીમ વધુ સ્ટ્રૉન્ગ બની

07 December, 2012 07:26 AM IST  | 

આગરકર-રહાણેના કમબૅકથી મુંબઈની ટીમ વધુ સ્ટ્રૉન્ગ બની


આગરકર ત્રણ અઠવાડિયા પહેલાં ઈજા પામતાં આગલી ત્રણ મૅચમાં નહોતો રમી શક્યો અને તેના બદલે રોહિત શર્માએ સુકાન સંભાળ્યું હતું. રહાણે ભારતીય ટીમના ૧૫ મેમ્બરોમાં સામેલ હતો, પરંતુ ટીમ-મૅનેજમેન્ટે સિલેક્ટરો સાથેની ચર્ચા પછી તેને રણજી મૅચમાં રમવા જવા કહ્યું છે.

મુંબઈની ટીમની બૅટિંગ

લાઇન-અપ હવે ખૂબ સ્ટ્રૉન્ગ થઈ ગઈ છે. એમાં ખાસ કરીને વસીમ જાફર, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, હિકેન શાહ, અભિષેક નાયરનો સમાવેશ છે.

આ વખતની રણજી સીઝનમાં ગ્રુપ ‘એ’માં મુંબઈ ચાર મૅચ રમ્યું છે, પરંતુ એક પણ નથી જીતી શક્યું. ચારેય મૅચ ડ્રૉ થઈ છે અને મુંબઈ ૧૦ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.

મુંબઈ ઇન્ડિયન્સનો હરભજન મુંબઈ સામે

૨૦૧૨-’૧૩ની રણજી સીઝનમાં ગ્રુપ ‘એ’માં પંજાબ પાંચમાંથી ચાર મૅચ જીતવાની સાથે ૨૯ પૉઇન્ટ સાથે મોખરે છે અને આવતી કાલે મુંબઈ સામે થનારા મુકાબલા માટે આ ટીમ હરભજન સિંહના કમબૅક સાથે વધુ મજબૂત થઈને આવી છે. આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતો ભજી રણજી મૅચમાં મુંબઈ સામે રમશે.