લ્યો કરો વાત, મુંબઈ ઇન્ડિયન્સના ઈજાગ્રસ્ત ખેલાડીએ ફટકાર્યા ૧૮૨ રન

30 September, 2011 07:34 PM IST  | 

લ્યો કરો વાત, મુંબઈ ઇન્ડિયન્સના ઈજાગ્રસ્ત ખેલાડીએ ફટકાર્યા ૧૮૨ રન

 

શાલિની ભાલેકર ટ્રોફીમાં દિલીપ વેન્ગસરકર ઇલેવન સામેની ત્રણ દિવસની મૅચમાં ચંદ્રકાન્ત પંડિત ઇલેવન વતી રમનાર યાદવને હાથની આંગળીની ઈજાને કારણે ચૅમ્પિયન્સ લીગની શરૂઆતમાં મુંબઈ ઇન્ડિયન્સે ટીમમાંથી બહાર કર્યો ત્યારે તેની આગળના બીજા ઈજાગ્રસ્ત પ્લેયરોમાં સચિન તેન્ડુલકર, રોહિત શર્મા, મુનાફ પટેલ, ધવલ કુલકર્ણી અને અલી મુર્તઝાનો સમાવેશ હતો.


યાદવે આંગળીમાં સર્જરી પણ કરાવી હતી. જોકે ચંદ્રકાન્ત પંડિત ઇલેવનના કોચ દીપક પાટીલના જણાવ્યા મુજબ તેમની ટીમ ક્યારેય કોઈ અનફિટ પ્લેયરને નથી લેતી અને યાદવ ફિટ લાગ્યો છે એટલે જ તેને રમવાનો મોકો આપ્યો છે.