16 May, 2026 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાયરન પોલાર્ડ
ગુરુવારે ધરમશાલામાં મુંબઈ-પંજાબની મૅચમાં દુર્વ્યવહાર કરવા બદલ મુંબઈના બૅટિંગ-કોચ કાયરન પોલાર્ડને દંડ થયો છે. મુંબઈની બૅટિંગની ૧૯મી ઓવરમાં ફોર્થ અમ્પાયર સામે અપશબ્દ બોલવા બદલ મૅચ-ફીના ૧૫ ટકાના દંડ સાથે એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે. આ ભૂતપૂર્વ કૅરિબિયન ઑલરાઉન્ડરે પોતાનો ગુનો સ્વીકારીને દંડ ભરવાની તૈયારી બતાવી છે.