એમસીએનું વિલાસ ગોડબોલે સાથે અજીબ વલણ

21 January, 2020 11:39 AM IST  |  Mumbai | Clayton Murzello

એમસીએનું વિલાસ ગોડબોલે સાથે અજીબ વલણ

વિલાસ ગોડબોલે

ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર વિલાસ ગોડબોલેને પાછલી તારીખથી માસિક પેન્શન નહીં આપે બસ, એવું બોલવાનું જ મુંબઈ ક્રિકેટ અસોસિએશને બાકી રાખ્યું છે. ૭૮ વર્ષના ગોડબોલેએ ૧૯૬૫માં સિલોનની ટીમ સામે બૉમ્બે માટે એક ફર્સ્ટ-ક્લાસ મૅચ રમી હતી. તેમને તો એ પણ નહોતી ખબર કે તેઓ ફર્સ્ટ ક્લાસ પ્લેયર છે. ૨૦૧૮માં આ રાઇટર દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી એક ક્વીઝ બાદ તેમને આ વિશે ખબર પડી હતી. ત્યાર બાદ તેમણે ૧૯૬૫ની ૮-૧૦ જાન્યુઆરી દરમ્યાન રમાયેલી મૅચ માટે ક્રિકેટ કન્સલ્ટન્ટ ડૉક્ટર મકરંદ વૈંગણકરનો સંપર્ક કર્યો હતો જેથી તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે ફર્સ્ટ-ક્લાસ પ્લેયરનું સ્ટેટસ મેળવી શકે. તેમને ૨૦૧૮ની જાન્યુઆરીથી પ્રતિ મહિને ૨૦,૦૦૦નું પેન્શન આપવામાં આવી રહ્યું છે. મુંબઈ ક્રિકેટ અસોસિએશન ચલાવનાર અને કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સના મેમ્બર્સ જસ્ટિસ હેમંત ગોખલે અને વી.એ. કાનડેએ વિલાસ ગોડબોલેને પાછલી તારીખથી પેન્શન માગવાની સલાહ આપી હતી. જોકે (૨૦ ડિસેમ્બરે) મળેલા લેટરમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી સંજય નાયક અને જૉઇન્ટ સેક્રેટરી શહલમ શેખે જણાવ્યું હતું કે તેઓ છેલ્લી કમિટીના નિર્ણય પર કાયમ રહેશે જે પાછલી તારીખથી પેન્શન ન આપવું હતું. આ વિશે વિલાસ ગોડબોલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે એમસીએ પાસેથી મળેલા આ લેટરને લઈને હું સરપ્રાઇઝ છું.

એમસીએ મુજબ આ કમિટીને જ્યારે પેન્શન માટે વિનંતી કરવામાં આવી હતી ત્યારથી તેમણે આપ્યું છે. જોકે પાછલી કમિટીએ કેમ ના પાડી હતી અને કેમ નહોતું આપ્યું એ માટે આ કમિટી જવાબદાર નથી. જોકે આ માટે તેઓ ઍન્યુઅલ જનરલ મીટિંગમાં નિર્ણય લેશે. આ વિશે વિલાસ ગોડબોલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં કહ્યું એમ હું સરપ્રાઇઝ છું. એમસીએએ હાલમાં જ એક અન્ય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટરને પેન્શન આપવાનો નિર્ણય લીધો છે. તેને ના પાડવામાં આવી હતી ત્યાર બાદ તેને પેન્શન મળ્યું છે. આ જ નહીં, પરંતુ તેમણે બૅન ઉઠાવવાનો નિર્ણય પણ લીધો હતો. તો પછી અત્યારની કમિટી મારા વિશે કેમ નિર્ણય નથી લઈ શકતી?’

આ પણ વાંચો : વિકેટકીપર રાહુલ ટીમને વધુ બેલેન્સ બનાવે છે : કોહલી

એમસીએની ઍપેક્સ કાઉન્સિલમાં વિલાસ ગોડબોલેનો દીકરો કૌશિક પણ છે અને જ્યારે તેના પિતા વિશે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે તે ઊઠીને જતો રહ્યો હતો. જો ગોડબોલેને પાછલી તારીખથી પેન્શન આપવામાં આવે તો તેમને ૧૫-૨૦ લાખ રૂપિયા મળશે.

mumbai cricket association cricket news sports news clayton murzello