રિયલ્ટી ક્ષેત્રની કંપનીમાં ડિરેક્ટર સાક્ષીની પચીસ ટકા ઇક્વિટી છે

06 June, 2013 07:10 AM IST  | 

રિયલ્ટી ક્ષેત્રની કંપનીમાં ડિરેક્ટર સાક્ષીની પચીસ ટકા ઇક્વિટી છે



નવી દિલ્હી :

ધોની આમ્રપાલી ગ્રુપનો બ્રૅન્ડ ઍમ્બેસેડર છે અને આ ગ્રુપની રેસિડેન્શ્યલ પ્રૉપર્ટીઝને લગતી જાહેરખબરોમાં ધોનીને ચમકાવવામાં આવતો હોય છે.

આ પ્રોફેશનલે સાક્ષી સાથે ધોનીની ઓળખાણ કરાવેલી

૨૦૦૮ના વર્ષ સુધી ધોનીના એન્ડૉર્સમેન્ટ્સ સહિતનું કામકાજ સંભાળનાર ગેમપ્લાન નામની સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ કંપનીનો માલિક યુધાજિત દત્તા. સાક્ષીને ધોની ૨૦૦૭માં કલકત્તાની એક ફાઇવસ્ટાર હોટેલમાં પહેલી વાર મળ્યો એ મુલાકાત યુધાજિતે જ કરાવી હતી. ધોની હવે યુધાજિતની મૅનેજમેન્ટ કંપની સાથે જોડાયેલો નથી, પરંતુ બન્ને વચ્ચે દોસ્તી પહેલાં જેવી જ છે. યુધાજિત થોડા વર્ષો પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સમાં ચીફ માર્કેટિંગ ઑફિસર તરીકે જોડાયો હતો. તેની પર્પલ પીપલ નામની કંપની ગૌતમ ગંભીર, રોહિત શર્મા અને રિકી પૉન્ટિંગનું પ્રોફેશનલ અકાઉન્ટ સંભાળે છે.