ઇન્ટરનૅશનલ કૅપ્ટનને પસંદ કરવાનો ધોનીનો પ્લાન CSK માટે ખૂબ જ ઉત્તમ છે

21 April, 2020 12:17 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ કૅપ્ટનને પસંદ કરવાનો ધોનીનો પ્લાન CSK માટે ખૂબ જ ઉત્તમ છે

ફૅફ ડુ પ્લેસી

સાઉથ આફ્રિકાની ટીમના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોની તેની ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)માં ઇન્ટરનૅશનલ કૅપ્ટનનો સમાવેશ કરે છે એ ટીમની સક્સેસ રેટ વધારે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ધોનીની સીએસકે સૌથી મજબૂત ટીમમાંની એક છે. આ ટીમમાં ડુ પ્લેસીને પણ પસંદ કરવામાં આવ્યો છે. ટીમ વિશે ડુ પ્લેસીએ કહ્યું હતું કે ‘સીએસકેએ વર્ષોથી જે પણ સિદ્ધિ મેળવી છે એનો શ્રેય એમ. એસ. ધોની અને કોચ સ્ટીફન ફ્લેમિંગને જાય છે. તેઓ કૅપ્ટનને ટાર્ગેટ કરે છે જેમ કે બ્રેન્ડન મૅક્લમ, હું પોતે, ડ્વેઇન બ્રાવો, ધોની અને સુરેશ રૈનાએ પણ થોડી ઘણી કૅપ્ટન્સી કરી છે. ધોની અને ફ્લેમિંગને શક્તિવાળા ક્રિકેટર્સ જોઈએ છે. આ ગ્રુપમાં ઘણા લીડર્સ છે. વિચારશક્તિવાળા ક્રિકેટર્સનો અનુભવ તેમને જોઈએ છે અને એનાથી જ ટીમ ખૂબ જ સફળ રહી છે.’

આઇપીએલની ૧૨ સીઝનમાંથી ચેન્નઈ ૧૦ સીઝન રમી છે અને એક પણ વાર સેમી ફાઇનલમાં પહોંચ્યા વગર બહાર થઈ હોય એવું નથી બન્યું. આ વિશે ડુ પ્લેસીનું કહેવું છે કે ‘ચેન્નઈ સુપર કિંગ્સ એક અદ્ભુત ફ્રૅન્ચાઇઝી છે અને એનો પાર્ટ હોવાનો મને ગર્વ છે. ધોની પાસે ખૂબ જ સ્ટ્રોન્ગ લીડરશિપ છે. તે જ્યારે પણ ગ્રાઉન્ડ પર ન હોય ત્યારે તેની ખૂબ જ ખોટ સાલે છે.’

faf du plessis cricket news sports news ms dhoni chennai super kings