ધોનીએ પત્ની સાક્ષી સાથે સલમાનના ઘરે પાર્ટી કરી

13 April, 2016 06:03 AM IST  | 

ધોનીએ પત્ની સાક્ષી સાથે સલમાનના ઘરે પાર્ટી કરી



ગૌરવ દુબે

ભારતીય ક્રિકેટ ટીમનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સોમવારે રાતે પત્ની સાક્ષી સાથે સલમાન ખાનના ઘરે જોવા મળ્યો હતો. એ વખતે તેની સાથે કારમાં પૉલિટિશ્યન પ્રફુલ પટેલની દીકરી પૂર્ણા પણ જોવા મળી હતી. એ વિશે જણાવતાં સૂત્રે કહ્યું હતું કે ‘તેઓ રાતે ૮ વાગ્યે આવ્યાં હતાં અને બીજા દિવસે વહેલી સવારે ૪ વાગ્યા સુધી પાર્ટી કરી હતી. ધોની અને સાક્ષી અર્પિતાના દીકરા આહિલ માટે ગિફ્ટ પણ લઈ આવ્યાં હતાં. ધોની અને સલમાન અનંત અંબાણીની પાર્ટીમાં મળ્યા હતા ત્યારે સલમાને તેને ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. સલમાને તેમને ‘સુલતાન’નું ટીઝર અને અન્ય દૃશ્યો પણ બતાવ્યાં હતાં.’

આ સાથે એવી પણ વાતો ચાલી રહી છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ગયા અઠવાડિયે સલમાનને મળ્યાં હતાં. એ વિશે જણાવતાં સૂત્રે કહ્યું હતું કે ‘તેમને બન્નેને સલમાને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે સલમાનના પરિવાર સાથે ઘણો સમય વિતાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી એવી વાતો ચાલી રહી છે કે સલમાન તેમના સંબંધોને સુધારવા મધ્યસ્થીનું પાત્ર ભજવી રહ્યો છે.

- તસવીર : યોગેન શાહ