લૉકડાઉનમાં બદલાયો ધોનીનો લૂક, ઓળખવો પણ છે મુશ્કેલ

09 May, 2020 01:21 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં બદલાયો ધોનીનો લૂક, ઓળખવો પણ છે મુશ્કેલ

ધોનીનો બદલાયેલો લૂક

ચાહકો માટે આથી ખરાબ શું હોય કે તેનો ફેવરિટ પ્લેયર દિવસે ને દિવસે વૃદ્ધ થતો જાય. આ જ સ્થિતિ છે ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન એમએસ ધોનીની. મહેન્દ્ર સિંહ ધોની લગભગ છેલ્લા એક વર્ષથી ક્રિકેટથી દૂર છે. હવે લૉકડાઉન દરમિયાન તે ક્યાંય બહાર પણ નથી જતો. એવામાં ધોનીની એક ઝલક મેળવવા ચાહકો ખૂબ જ ઉત્સુક હોય છે. જો કે આ એક્સાઇટમેન્ટ શુક્રવારે ખતમ થઈ ગઈ જ્યારે માહીની ઘણાં સમય પછીની એક તસવીર સામે આવી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

દીકરી ઝીવાના ઇન્સ્ટાગ્રામ પરથી સામે આવ્યો વીડિયો
ધોનીની આ તસવીર શૅર કરનાર અન્ય કોઇ નહીં, પણ તેની પત્ની સાક્ષી છે. લૉકડાઉન દરમિયાન માહી પોતાનો બધો જ સમય દીકરી ઝીવા સાથે પસાર કરે છે. તે ઝીવા સાથે ગાર્ડનમાં મસ્તી કરે છે અને રમે છે. બાપ-દીકરીના મસ્તીભરેલી ક્ષણોનો વીડિયો સાક્ષી ક્યારેક પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તો ક્યારેક ઝીવાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી હોય છે. શુક્રવારે ઝીવાના ઇન્સ્ટાગ્રામ પર સાક્ષીએ એક નવો વીડિયો શૅર કર્યો છે, જેમાં ધોનીની ઝલક દેખાય છે.

સફેદ થઈ ગઈ છે આખી દાઢી
પૅન્ટ અને ટી-શર્ટ પહેરી દીકરી માહી સાથે દોડી રહ્યો છે. પણ તેનો લૂક ખૂબ જ બદલાયેલો છે. માહીની દાઢી આખી સફેદ થઈ ગઈ છે અને તે પહેલાથી વધારે વૃદ્ધ દેખાય છે. સોશિયલ મીડિયા પર માહીના આ અવતારને જોઇને તેના ચાહકો ખૂબ જ ઉદાસ છે. કોઇપણ તેના આ લૂકને સ્વીકારી શકતા નથી. જો કે, માહી એક લેજેન્ડ ખેલાડી છે અને તેનામાં હજી પણ તે જ સ્ફુર્તિ છે, ચાહકોને હજીપણ આશા છે કે હદી પણ મેદાનમાં કમબૅક કરશે.

કંગારૂ ખેલાડીએ કર્યા હતા માહીના વખાણ
પૂર્વ ઑસ્ટ્રેલિયા અને ચેન્નઇ સુપર કિંગ્સના બેટ્સમેન માઇક હસીનું કહેવું છે કે એમએસ ધોની અને મુરલી વિજય બન્ને બૅટ્સમેનને તે બૅટિંગ કરતા જોવાનું પસંદ કરે છે. હસી આઇપીએલમાં સીએસકે માટે ઘણી મેચ રમ્યો છે, હવે તે ટીમ માટે બૅટિંગ કોચની જવાબદારી નિભાવે છે. તેણે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પેજ પર લાઇવ વીડિયો ઇન્ટરેક્શન કર્યું. હસીએ કહ્યું કે આ જોડી તેની ગમતી જોડી હતી, તેણે કહ્યું કે, "એમએસ હંમેશા ખૂબ જ કૅલક્યુલેટિવ રહે છે. હું મેચ ઝડપથી પૂરી કરવાનું કહીશ તો એમએસ ના પાડી દેશે. કારણકે ધોની દરેક બૉલર પ્રમાણે બૅટિંગ કરે છે, તે જુએ છે કે કયો બૉલર કેવી રીતે રમવા માગે છે."

ms dhoni mahendra singh dhoni cricket news sports news sports