આવતા વર્ષે ધોની CSKનો કૅપ્ટન નહીં હોય!, કોણ કરશે ટીમનું સંચાલન?

14 November, 2020 09:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આવતા વર્ષે ધોની CSKનો કૅપ્ટન નહીં હોય!, કોણ કરશે ટીમનું સંચાલન?

ફાઈલ ફોટો

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સારુ પ્રદર્શન કરી શકી નહોતી. આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ચેન્નઈની ટીમ આઈપીએલ રમીને પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નથી.

આ આઇપીએલમાં એમએસ ધોનીનું અંગત પ્રદર્શન પણ ખૂબ નબળું હતું. તેણે આ સિઝનમાં માત્ર 200 રન બનાવ્યા હતા અને આ દરમિયાન એક પણ અર્ધસદી ફટકારી ન હતી, જે કોઈ પણ સિઝનમાં માહીનું ખરાબ પ્રદર્શન છે. આ પછી ધોનીની આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાની અફવાઓ ઉડવા માંડી હતી. જો કે, ધોનીના નિવેદન છતાં એવી અટકળો થઈ રહી છે કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી શકે છે, અને હવે તે ‘યલો આર્મી’ સાથે એક માત્ર ખેલાડી તરીકે જોડાશે. ટીમ મેનેજમેન્ટ હવે કેપ્ટનશિપ માટે નવો ચહેરો શોધી શકે છે. જો સમાચારની વાત માની લેવામાં આવે તો, આગામી સિઝન માટે ફાફ ડુ પ્લેસિસને આ ટીમની જવાબદારી સોંપી શકાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે પણ ડુ પ્લેસીને કેપ્ટન બનાવવાની સલાહ આપી છે, તેમણે કહ્યું હતું કે, ધોનીએ 2011 પછી પણ ભારતની કેપ્ટનશીપ ચાલુ રાખી. ધોની જાણતો હતો કે હવે વસ્તુઓ એક જેવી રહેશે નહીં. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નબળા પ્રદર્શન કર્યા પછી અમારી પાસે ધોનીનો વિકલ્પ નહોતો. પરંતુ જ્યારે વિરાટ કોહલીએ સારો દેખાવ કર્યો ત્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

બાંગરે ઉમેર્યું કે, ધોનીએ આગામી સિઝનમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ભાગ લેવો જોઈએ અને કેપ્ટનશિપ છોડી દેવી જોઈએ. ધોની આવતા વર્ષની સીઝનમાં ડુ પ્લેસીને ટીમનો કમાન્ડ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. હાલમાં સીએસકે પાસે કેપ્તાનશિપના વિકલ્પો નથી. સીએસકેનો કેપ્ટન બની શકે તેવા ખેલાડીને રાહત આપવા માટે કોઈ પણ ટીમ તૈયાર નથી. હવે જોવાનું એ છે કે આગામી સમયમાં કોના હાથમાં સીએસકે કમાન હશે.

ms dhoni chennai super kings cricket news