ICCની ટેસ્ટ-મૅચ ટીમમાં એક પણ ભારતીય ક્રિકેટર નહીં

06 November, 2014 05:50 AM IST  | 

ICCની ટેસ્ટ-મૅચ ટીમમાં એક પણ ભારતીય ક્રિકેટર નહીં



ICCની વન-ડે ઇન્ટરનૅશનલ ટીમના કૅપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની વરણી થઈ છે, જ્યારે ICCની ટેસ્ટ-ટીમમાં કોઈ પણ ભારતીય ખેલાડી સ્થાન મેળવી શક્યો નથી. આ ટેસ્ટ-ટીમનો કૅપ્ટન શ્રીલંકાનો ઍન્જેલો મૅથ્યુઝ છે.

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અનિલ કુંબલેના નેતૃત્વવાળી ICCની ક્રિકેટ સમિતિએ ગઈ કાલે દરેક ૧૨ ખેલાડીઓ ધરાવતી બે ટીમની જાહેરાત કરી હતી.

૧૨ સભ્યોની વન-ડે ટીમના કૅપ્ટન તરીકે ધોની, વાઇસ-કૅપ્ટન તરીકે વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મહમ્મદ શમીની ૧૧ ખેલાડીઓમાં પસંદગી થઈ છે, જ્યારે ૧૨મા ખેલાડી તરીકે રોહિત શર્માને સામેલ કરવામાં આવ્યો છે.

૨૦૧૪માં વન-ડે  ટીમમાં ધોની સતત સાતમા વર્ષે કૅપ્ટન તરીકે ચૂંટાયો છે, જ્યારે ટેસ્ટ-ટીમમાં ડેલ સ્ટેનની સતત સાતમી વાર પસંદગી થઈ છે.

આ વર્ષે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં ૧-૩થી સિરીઝ હારી ગઈ હતી અને ન્યુ ઝીલૅન્ડ સિરીઝ ૦-૧થી ગુમાવી હતી એથી ICCની સમિતિને કોઈ પણ ભારતીય ખેલાડી ૨૦૧૪ની ટેસ્ટ-મૅચની ટીમમાં સમાવવા યોગ્ય લાગ્યો નહોતો.

૨૦૧૪ માટે ICCની વન-ડે ટીમ:  મોહમ્મદ હાફિઝ, ક્વિન્ટન ડી કોક, વિરાટ કોહલી, જ્યૉર્જ બેઇલી, એબી ડિવિલિયર્સ, એમ. એસ. ધોની (વિકેટકીપર-કૅપ્ટન), ડ્વેઇન બ્રાવો, જેમ્સ ફોકનર, ડેલ સ્ટેન, મોહમ્મદ શમી, અજંતા મેન્ડિસ, રોહિત શર્મા (૧૨મો ખેલાડી).

૨૦૧૪ માટે ICCની ટેસ્ટ-મૅચ માટેની ટીમ: ડેવિડ વૉર્નર, કેન વિલિયમસન, કુમાર સંગકારા, એબી ડિવિલિયર્સ, જો રૂટ, ઍન્જેલો મૅથ્યુઝ (કૅપ્ટન), મિચલ જૉન્સન, સ્ટુઅર્ટ બ્રૉડ, ડેલ સ્ટેન, રંગાના હેરાથ, ટિમ સાઉધી, રૉસ ટેલર (૧૨મો ખેલાડી).