ઈડન ગાર્ડન્સમાં ધોનીની ધમાલ, સદીની મદદથી ઝારખંડને જિતાડ્યું

27 February, 2017 07:02 AM IST  | 

ઈડન ગાર્ડન્સમાં ધોનીની ધમાલ, સદીની મદદથી ઝારખંડને જિતાડ્યું

જેને કારણે ઝારખંડે છત્તીસગઢને ૭૮ રનથી હરાવીને વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટની ગ્રુપ-ડીની મૅચમાં પોતાની પહેલી જીત મેળવી હતી. IPLની પુણેની ટીમે કૅપ્ટન તરીકે કરેલી હકાલપટ્ટીને ભુલાવીને ધોનીએ શાનદાર પ્રદર્શન કરતાં પોતાની ક્ષમતાને સાબિત કરી હતી.

જૂનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની છે એ જોતાં વન-ડેમાં પ્રૅક્ટિસ કરવા માટે ધોની માટે વિજય હઝારે ટ્રોફી સારી તક છે. છત્તીસગઢ સામેની મૅચમાં ધોનીએ ૧૦૭ બૉલમાં છ સિક્સર અને દસ ચોગ્ગાની મદદથી ૧૨૯ રન બનાવ્યા હતા, જેને કારણે ઝારખંડે નવ વિકેટે ૨૪૩ રન બનાવ્યા હતા. જવાબમાં છત્તીસગઢની ટીમ ૩૮.૪ ઓવરમાં ૧૬૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.