માહીભાઈને PUBG રમવામાં હવે તકલીફ પડી રહી છે : ચહર

09 April, 2020 04:15 PM IST  |  New Delhi | Agencies

માહીભાઈને PUBG રમવામાં હવે તકલીફ પડી રહી છે : ચહર

મહેન્દ્ર સિંહ ધોની અને દીપક ચહર

દીપક ચહરના જણાવ્યા મુજબ મહેન્દ્ર સિંહ ધોનીને PUBG રમવામાં તકલીફ પડતી હોવાથી તે હવે ‘કોલ ઑફ ડ્યુટી’ રમી રહ્યો હોવાની ચર્ચા છે. ઑન ફીલ્ડ હોય કે ઑફ ફીલ્ડ, મહેન્દ્ર સિંહ ધોની તમને કંઈક ને કંઈક ઍક્ટિવિટી કરતો જોવા મળે છે. તે કાર્સ અને બાઇકની સાથે વિડિયો ગેમનો પણ શોખીન છે. એક વિડિયો શેર કરતાં દીપકે ધોની વિશે વાત કરતાં કહ્યું કે ‘માહીભાઈ હવે પહેલાંના જેવી PUBG નથી રમતા, પણ હું રમું છું. માહીભાઈ હવે અલગ ગેમ રમે છે. હા, કેટલાક સમય પહેલાં તે PUBG રમતા હતા, પણ હવે તેમનો ટચ છૂટી ગયો છે. કોણ ક્યાંથી આવીને શૂટિંગ કરે છે એ તેઓ હવે ગોતી નથી શકતા. તેમનો સંપૂર્ણપણે આ ગેમનો ટચ છૂટી ગયો છે.’

ms dhoni cricket news sports news