ધોનીએ જે કાંઈ મેળવ્યું છે એ જોઈને પ્રાઉડ ફાધર જેવી ફીલિંગ આવે છે : મોરે

08 July, 2020 04:10 PM IST  |  New Delhi | Agencies

ધોનીએ જે કાંઈ મેળવ્યું છે એ જોઈને પ્રાઉડ ફાધર જેવી ફીલિંગ આવે છે : મોરે

કિરણ મોરે

મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે પોતાનો ૩૯મો જન્મદિવસ ઊજવ્યો હતો. એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર કિરણ મોરેનું કહેવું છે કે ધોનીએ જેકાંઈ મેળવ્યું છે એ જોઈને તેમને પ્રાઉડ ફાધર જેવી ફીલિંગ આવે છે. તેણે જેકાંઈ મેળવ્યું છે એનો તે અધિકારી છે. ધોનીએ ૨૦૦૪માં બંગલા દેશ સામે ડેબ્યુ કર્યું હતું. ધોનીનાં વખાણ કરતાં મોરેએ કહ્યું કે ‘તેનામાં ટૅલન્ટ પહેલેથી જ હતું, જે સ્પેશ્યલ હતું. એ સ્પેશ્યલ વસ્તુ સાથે જ્યારે તમે ટીમ ઇન્ડિયા માટે રમવા ઊતરો છો ત્યારે તમે એક મોટા સ્ટાર બની જાઓ છો. ધોનીએ પણ એ જ કર્યું છે. તેને જે તક મળી એ તેણે બન્ને હાથે સ્વીકારી લીધી. તે ભારતનો કૅપ્ટન બન્યો, વર્લ્ડ કપ જીત્યો. એ સમયથી તેનો ગ્રાફ વધતો જ ગયો. ટેસ્ટમાં પણ તેણે ટીમને લીડ કરી. પહેલા દિવસથી તેની ગેમ એકસમાન રહી છે. મૅચ જીતવાનો પણ તેને માટે અલગ જ ઍટિટ્યુડ છે. તે એક ટીમ-મૅન છે અને ઘણો દયાળુ છે. ઘરે બેસીને તેના વિશે વિચારતાં મને ઘણું સારું લાગે છે. તેણે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે એ અદ્ભુત છે. તે એક સફળ પ્લેયર પણ છે. જ્યારે તમે સિલેક્ટરના પદ પર હો છો ત્યારે તમે સારા ક્રિકેટરોને શોધતા હો છો. માત્ર હું જ નહીં, ધોનીને પસંદ કરનારા દરેક સિલેક્ટર એ વાતની ક્રેડિટ લે છે અને દરેકને ધોની પર ગર્વ છે. ધોનીએ જેકંઈ મેળવ્યું છે એ જોઈને પ્રાઉડ ફાધર જેવી ફીલિંગ આવે છે.’

ms dhoni cricket news sports news