ધોનીની પુત્રી ઝિવાનો વિડિયો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે

16 August, 2015 05:15 AM IST  | 

ધોનીની પુત્રી ઝિવાનો વિડિયો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે



ધોનીની પત્ની સાક્ષીએ ઝિવાની શરારતોને રેકૉર્ડિંગ કરીને ટ્વિટર પર અપલોડ કરી દીધી હતી. સાત સેકન્ડના આ વિડિયોમાં ઝિવા લૅપટૉપ પર એક ડાન્સ-સૉન્ગ ધ્યાનથી સાંભળી રહી છે અને માઉસ પણ ચલાવતી જોવા મળે છે. સાક્ષીએ ઝિવાની આવી શરારતોના ત્રણ વિડિયો અપલોડ કર્યા છે. ધોનીના ચાહકો આ મસ્ત વિડિયો શૅર કરવા લાગ્યા હતા અને જોતજોતાંમાં એ ટ્વિટર પર છવાઈ ગયો હતો. સાક્ષીએ ઍક્ટર રણવીર સિંહ ટૅગ કરીને તેને આ ટ્યુન પર ઝિવા સાથે ડાન્સ કરવાની ચૅલેન્જ પણ આપી હતી.