26 August, 2026 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સનો ૨૦૦૮થી મુખ્ય ચહેરો રહેલા મહેન્દ્ર સિંહ ધોની વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યા છે. ૪૫ વર્ષનો ધોની ક્રિકેટ કરીઅરના અંતની નજીક હોવાથી તેણે ઇક્વિટી હિસ્સો ખરીદીને ચેન્નઈ સ્થિત આ ફ્રૅન્ચાઇઝી સાથેના પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
જોકે ચેન્નઈ સુપર કિંગ્સનું મૅનેજમેન્ટ ધોનીની શરતો સાથે સંમત ન થતાં આ સોદો નિષ્ફળ ગયો હોવાના અહેવાલ છે. ધોની શરૂઆતમાં ફ્રૅન્ચાઇઝીમાં પચીસ ટકા હિસ્સો ખરીદવા માગતો હતો, જ્યારે ટીમના માલિકો ફક્ત ત્રણ ટકા હિસ્સો ઑફર કરવા તૈયાર હતા.
ત્યાર પછીની વાતચીતમાં ધોનીએ ૨૦થી ૧૮ ટકા હિસ્સાને ખરીદવામાં રસ દર્શાવ્યો. જોકે માલિકોએ ૪થી ૫.૫ ટકા હિસ્સો આપવાની અંતિમ ઑફર કરી હતી. હિસ્સા અંગેના મતભેદને કારણે ધોની અને ટીમમાલિકોના સંબંધોમાં તનાવ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.