ધોની ISLની ફૂટબૉલ ટીમ ચેન્નયીન FCનો કો-ઓનર બન્યો

07 October, 2014 05:53 AM IST  | 

ધોની ISLની ફૂટબૉલ ટીમ ચેન્નયીન FCનો કો-ઓનર બન્યો




ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન સુપર લીગ (ISL) સાથે સંકળાયો હોય એવો ચોથો ક્રિકેટર બન્યો છે. ચેન્નઈ ફ્રેન્ચાઇઝીની ચેન્નયીન ફૂટબૉલ ક્લબ (FC)ના કો-ઓનર તરીકે તેના નામની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન ધોની ઍક્ટર અભિષેક બચ્ચન સાથે ટીમનો કો-ઓનર બન્યો છે. સચિન તેન્ડુલકર કેરાલા બ્લાસ્ટર્સનો કો-ઓનર છે, તો ઍટ્લેટિકો ડી કોલકાતાનો કો-પ્રમોટર સૌરવ ગાંગુલી છે. FC ગોવાએ વિરાટ કોહલીને ટીમનો અસોસિએટ ઓનર બનાવ્યો છે.

ચેન્નયીન FCની પહેલી બે મૅચો ચેન્નઈના ૪૦,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે. ૨૧ ઑક્ટોબરે તેઓ પોતાની પહેલી મૅચ કેરાલા બ્લાસ્ટર્સ સામે રમશે.