08 June, 2025 07:00 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
બાઇક-રાઇડ કરતા ધોનીનો વાઇરલ ફોટો.
IPL ૨૦૨૫ બાદ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની નિયમિત દિનચર્યામાં વાપસી કરી છે. ક્રિકેટમાંથી બ્રેક મળ્યા બાદ પણ ધોની પોતાના શરીરને ફિટ રાખવાનું ભૂલતો નથી અને લગભગ રોજ ઝારખંડ ક્રિકેટ અસોસિએશનના જિમમાં જઈને પોતાની ફિટનેસ પર કામ કરે છે. હાલમાં જ ધોની હોમટાઉન રાંચીના રસ્તાઓ પર હેલ્મેટ પહેરીને બાઇક-રાઇડની મજા માણી રહ્યો હતો. બાઈકના શોખીન ધોની પાસે તેના ફાર્મહાઉસમાં ૧૦૦થી વધારે વિન્ટેજ ક્લાસિક અને સુપરબાઇક્સનું ક્લેક્શન છે.