મિસિસ ધોનીનો ભાવનાત્મક મેસેજ, ‘ગુડબાય કહેતી વખતે તારી આંખમાં આંસુ હશે’

17 August, 2020 01:00 PM IST  |  New Delhi | Agencies

મિસિસ ધોનીનો ભાવનાત્મક મેસેજ, ‘ગુડબાય કહેતી વખતે તારી આંખમાં આંસુ હશે’

સાક્ષીએ શૅર કરેલો ધોનીનો ફોટો.

મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ મોટા ભાગની હસ્તીઓએ તેને બેસ્ટ વિશિસ આપી હતી અને એ બધામાં તેની પત્ની સાક્ષીએ પણ એક ઇમોશનલ મેસેજ શૅર કર્યો હતો. સાક્ષીએ કહ્યું, ‘તેં જેકંઈ પ્રાપ્ત કર્યું છે એ માટે તને ગર્વ હોવો જોઈએ. ગેમને પોતાનું બેસ્ટ આપવા બદલ અભિનંદન. તારા જેવી હસ્તીનો અને તારી જીવનસંગિની હોવાનો મને ગર્વ છે. હું ચોક્કસપણે કહી શકું છું કે પોતાના પૅશનને ગુડબાય કહેતી વખતે તારી આંખમાં આંસુ હશે. જીવનના નવા તબક્કામાં હેલ્થ અને હૅપિનેસ મળી રહે એવી આશા રાખું છું. તેં શું કીધું એ લોકો ભૂલી જશે, તેં શું કર્યું એ પણ લોકો ભૂલી જશે, પણ તેં તેમને જે અનુભવ કરાવ્યો છે એ તેઓ ક્યારેય નહીં ભૂલે.’

ms dhoni sakshi dhoni board of control for cricket in india cricket news sports news