મારી પરવાનગી વગર ACC ઑફિસમાંથી એશિયા કપ ટ્રોફી હલવી પણ ન જોઈએ

11 October, 2025 02:17 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની બદમાશ મોહસિન નકવીનો સ્પષ્ટ નિર્દેશ..., મારી પરવાનગી વગર ACC ઑફિસમાંથી એશિયા કપ ટ્રોફી હલવી પણ ન જોઈએ

મારી પરવાનગી વગર ACC ઑફિસમાંથી એશિયા કપ ટ્રોફી હલવી પણ ન જોઈએ

ગયા મહિનામાં દુબઈમાં મેન્સ T20 એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ મોહસિન નકવીના હાથે સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીએ ટ્રોફી સ્વીકારી નહોતી. આખી દુનિયા સામે બની રહેલી પોતાની મજાક અને અપમાનને સહન ન કરી શકનાર એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ મોહસિન નકવીએ ACCના દુબઈ મુખ્યાલયમાં એશિયા કપ ટ્રોફીને છુપાવી દીધી હતી. 

અહેવાલ અનુસાર પાકિસ્તાનના આ ગૃહમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેની પરવાનગી અને વ્યક્તિગત હાજરી વિના કોઈને આ ટ્રોફી સોંપવામાં કે ટ્રાન્સફર કરવામાં ન આવે. ફક્ત તે જ વ્યક્તિગત રીતે ટ્રોફી (જ્યારે પણ આવું થશે) ભારતીય ટીમ અથવા BCCIને સોંપશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હરામખોર મોહસિન નકવીના ટ્રોફી છીનવી લેવાના કૃત્ય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને આવતા મહિને ICC મીટિંગમાં આ મુદ્દો ઉઠાવવાનું વચન આપ્યું છે. તેની આ દાદાગીરી સામે જય શાહના નેતૃત્વવાળી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) કડક કાર્યવાહી કરી શકે છે.

pakistan asia cup board of control for cricket in india india dubai cricket news sports news sports