ક્રિકેટર સિરાજના પિતાનું નિધન, અંતિમ સંસ્કાર માટે ભારતમાં આવવુ અશક્ય

21 November, 2020 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રિકેટર સિરાજના પિતાનું નિધન, અંતિમ સંસ્કાર માટે ભારતમાં આવવુ અશક્ય

મોહમ્મદ સિરાજ અને તેના પિતા

ટીમ ઈન્ડિયા સાથે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે. સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ માત્ર 53 વર્ષના હતા, તેઓ ફેફસાના રોગથી પીડિત હતા. સિરાજના પિતાએ હૈદરાબાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મોહમ્મદ સિરાજને આ સમાચાર ત્યારે મળ્યા જ્યારે તે પ્રેક્ટિસથી હોટલ પરત ફરી રહ્યો હતો.

સિરાજ હાલમાં 15 દિવસના ક્વોરન્ટાઇનમાં ઑસ્ટ્રેલિયા છે અને આ કારણે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં જઈ શકશે નહીં. મોહમ્મદ સિરાજના પિતા એક ઓટો ડ્રાઇવર હતા, પરંતુ તેમ છતાં તેમણે તેમના પુત્રને કંઈપણ કમી પડવા દીધી નહીં. પિતાના અવસાન પછી સિરાજે કહ્યું કે, તે તેમનું સપનું પૂર્ણ કરશે. તેના પિતાનું સપનું હતું કે સિરાજ ટીમ ઈન્ડિયાની સેવા કરે.

આઈપીએલની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ ટ્વીટ કરીને સિરાજના પિતાના નિધન બદલ દુખ વ્યક્ત કર્યુ હતું.

સિરાજે જણાવ્યું હતું કે,  “મારા પિતાનું હંમેશાં સપનું હતું કે હું દેશનું નામ રોશન કરું અને હું ચોક્કસ કરીશ. મેં મારા જીવનના સૌથી મોટા સમર્થકને ગુમાવી દીધા છે, આ ખૂબ જ દુ:ખદ ક્ષણ છે. મને દેશ માટે રમતા જોવું તેમનું સપનું હતું. હું ખુશ છું કે હું તેમને સમજી શક્યો અને તેમને ખુશ કરી શક્યો.” સિરાજની ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્વીટ કર્યું કે ‘અમે મોહમ્મદ સિરાજ અને તેના પિતાને ગુમાવનારા તેના પરિવાર માટે પ્રાર્થના અને શોક વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ આરસીબી પરિવાર તમારી સાથે છે. મિયાં, મજબૂત બન્યા રહો.’

cricket news sports news royal challengers bangalore