હું રિટાયરમેન્ટ વિશે તો વિચારી પણ નથી રહ્યો : મોહમ્મદ શમી

01 April, 2026 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ૩૫  વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના રિટાયરમેન્ટ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ‘જે ક્ષણે મને થાક લાગશે, હું ક્રિકેટને અલવિદા કહીશ. જોકે હાલમાં હું નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો નથી...

હું રિટાયરમેન્ટ વિશે તો વિચારી પણ નથી રહ્યો : મોહમ્મદ શમી

ભારતના ૩૫  વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના રિટાયરમેન્ટ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ‘જે ક્ષણે મને થાક લાગશે, હું ક્રિકેટને અલવિદા કહીશ. જોકે હાલમાં હું નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો નથી, કારણ કે આવા વિચારો મનોબળને નબળું પાડે છે. જો આવી કોઈ કલ્પના તમારા મનમાં આવે તો તેનો અર્થ એ છે કે તમે પહેલાંથી જ થાકી ગયા છો. હું મારી જાતને ખૂબ માણી રહ્યો છું. પરિણામો સકારાત્મક અને પ્રોત્સાહક રહ્યાં છે.’ 

ચૅમ્પિયન ટ્રોફી 2025 બાદ ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલો મોહમ્મદ શમી કહે છે કે ‘તમે તમારા ભાગ્યને બદલી શકતા નથી. હું ભાગ્યમાં વિશ્વાસ કરું છું. કદાચ કોઈ મને હાલ પૂરતો રોકી રહ્યું છે. કદાચ થોડી મૅચો રમવાનું ન મળવાથી ખરેખર મારા ફાયદામાં કામ કરી રહ્યું છે. શક્ય છે કે જો હું રમ્યો હોત તો મારું પ્રદર્શન કદાચ સારું ન હોત. એથી હું હંમેશાં આ બાબતોને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરું છું, ભલે એ નકારાત્મક લાગે.’

mohammed shami cricket news board of control for cricket in india IPL 2026 indian premier league sports news sports