07 May, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી
IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહેલા સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઈ-મેઇલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના અમરોહાના ૩૪ વર્ષના આ ક્રિકેટરને કોઈ રાજપૂત સિંધર નામની વ્યક્તિ તરફથી ઈ-મેઇલ ઍડ્રેસ દ્વારા ધમકી આપી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. શમીના ભાઈ મોહમ્મદ હસીબે અમરોહા પોલીસને આ બાબતની જાણ કરી અને કડક કાર્યવાહીની માગણી કરતો ફરિયાદપત્ર સુપરત કર્યો છે. વર્તમાન સીઝનમાં નવ મૅચમાં છ વિકેટ લઈને ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલા શમીને ગઈ કાલે દિલ્હી સામેની મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું.