આદિલ રાશિદ હાલમાં દુનિયાનો બેસ્ટ સ્પિનર છે : મોઇન અલી

10 September, 2020 11:16 AM IST  |  Manchester | IANS

આદિલ રાશિદ હાલમાં દુનિયાનો બેસ્ટ સ્પિનર છે : મોઇન અલી

આદિલ રાશિદ

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર મોઇન અલીનું કહેવું છે કે આદિલ રાશિદ હાલમાં દુનિયાનો બેસ્ટ સ્પિનર છે. ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ ટી20માં આદિલ રાશિદે ત્રણ વિકેટ લીધી હતી અને ફક્ત ૨૧ રન આપ્યા હતા. ગ્લેન મૅક્સવેલ (૬), ઍરોન ફિન્ચ (૩૯) અને સ્ટિવ સ્મિથ (૩)ની તેણે વિકેટ લીધી હતી. ઓઇન મૉર્ગનને આંગળીમાં ઈજા થઈ હોવાથી તે બહાર જતો રહ્યો હતો અને મોઇન અલીએ કૅપ્ટન્સી સંભાળી હતી. આદિલ રાશિદ વિશે વાત કરતાં મોઇન અલીએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે તેને રમવુ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેની પાસે ઘણી સ્કિલ છે. અમારા માટે તે અદ્ભુત બોલર છે. તે જ્યારે આ રીતે બોલિંગ કરે છે ત્યારે તે દુનિયાનો બેસ્ટ બોલર હોય છે. તે અદ્ભુત છે અને ઘણા લાંબા સમયથી તેના ટૅલન્ટનો પરચો આપી રહ્યો છે. આથી જ તે વાઇટ બૉલ ક્રિકેટમાં લીડિંગ વિકેટ લેનાર બોલર્સમાંનો એક છે.’

cricket news sports news pakistan