12 December, 2024 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિતાલી રાજ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ૧૫ ડિસેમ્બરે આયોજિત ઑક્શન પહેલાં ગુજરાત જાયન્ટ્સ અને મિતાલી રાજ અલગ થઈ ગયાં છે. ત્રણ વર્ષનો કરાર હોવા છતાં પહેલી બે સીઝનમાં મેન્ટર અને સલાહકારની જવાબદારી સંભાળ્યા બાદ મિતાલી રાજ આ ફ્રેન્ચાઇઝીથી અલગ થઈ છે. અહેવાલ અનુસાર તેને આંધ્ર ક્રિકેટ અસોસિએશનમાં નવી જવાબદારી મળી છે. તે હાલમાં ભારતની અન્ડર-19 વિમેન્સ ટીમની હેડ કોચ છે.