બંગલાદેશ સામે T20 સિરીઝમાં કાંગારૂઓની ક્લીન સ્વીપ

22 June, 2026 02:40 PM IST  |  Chattogram | Gujarati Mid-day Correspondent

ત્રીજી મૅચમાં યજમાન ટીમનો ૧૧૦ રનનો ટાર્ગેટ ઑસ્ટ્રેલિયાએ ૯ ઓવર પહેલાં ચેઝ કર્યો

પુરસ્કારમાં મળેલી ટ્રોફી અને બાઇક સાથે જીતની ઉજવણી કરતા ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ

બંગલાદેશ સામે સતત ત્રીજી જીત સાથે ઑસ્ટ્રેલિયા પહેલી વખત T20 સિરીઝ જીતીને ક્લીન સ્વીપ પણ નોંધાવી છે. ગઈ કાલે ત્રીજી મૅચમાં ૨૦ ઓવરમાં ૧૦૯/૮નો સ્કોર કરીને બંગલાદેશે ૧૧૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂઓએ ૧૧ ઓવરમાં ૧૧૨/૩નો સ્કોર કરીને ૭ વિકેટે જીત નોંધાવી હતી. અગાઉ બંગલાદેશ સામે ઑસ્ટ્રેલિયા વર્ષ ૨૦૨૧ની એકમાત્ર T20 સિરીઝ હાર્યું હતું.

બંગલાદેશના સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન તૌહીદ હૃદયે ૫૧ બૉલમાં અણનમ ૬૧ રન કરીને ટીમની લાજ બચાવી હતી. ઑસ્ટ્રેલિયાના યંગ ફાસ્ટ બોલર સ્પેન્સર જૉહ્‍‍નસને ચાર ઓવરમાં માત્ર ૬ રન આપીને બે વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

રન-ચેઝ દરમ્યાન ૨૮ બૉલમાં સાત ફોર અને ચાર સિક્સના આધારે ૬૦ રન ઝૂડનાર ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. કાંગારૂ ટીમનો સ્પિન ઑલરાઉન્ડર મૅટ રેનશૉ ૧૧૩ રન કરવાની સાથે ત્રણ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો.

australia bangladesh t20 world t20 cricket news sports sports news