ચરોતર રૂખી V/S બાલાસિનોર અને ઘોઘારી વીસા શ્રીમાળી જૈન V/S કચ્છી કડવા પાટીદાર

28 December, 2012 06:08 AM IST  | 

ચરોતર રૂખી V/S બાલાસિનોર અને ઘોઘારી વીસા શ્રીમાળી જૈન V/S કચ્છી કડવા પાટીદાર



મિડ-ડે કપમાં ગઈ કાલે ગ્રુપ ખ્ અને ગ્રુપ ગ્ની ૩૧ ડિસેમ્બરની પ્રી-ક્વૉર્ટર ફાઇનલની નક્કી થઈ ગઈ હતી. એ દિવસે સવારે ૯.૦૦ વાગ્યે આ નૉકઆઉટ રાઉન્ડની ૯.૦૦ વાગ્યાની પ્રથમ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચરોતર રૂખી સામે બાલાસિનોરની ટીમ રમશે અને ત્યાર પછી ૧૧.૦૦ વાગ્યાની બીજી પ્રી-ક્વૉર્ટરમાં ઘોઘારી વીસા શ્રીમાળી જૈનનો મુકાબલો કચ્છી કડવા પાટીદાર સાથે થશે.

ગ્રુપ C અને ગ્રુપ Dમાંથી પ્રી-ક્વૉર્ટરની હરીફ ટીમ આજે નક્કી થશે.ગઈ કાલે ચારમાંથી ત્રણ મૅચ વન-સાઇડેડ રહી હતી. એકમાત્ર ઘોઘારી વીસા શ્રીમાળી જૈન અને નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણની મૅચમાં રસાકસી જોવા મળી હતી.

મૅચ ૧

આ વખતની ટુર્નામેન્ટથી પહેલી વાર શરૂ કરવામાં આવેલા પ્રી-ક્વૉર્ટર ફાઇનલના નૉકઆઉટ સ્ટેજમાં પ્રવેશનાર પ્રથમ ટીમ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચરોતર રૂખી તથા આગલી બન્ને લીગ મૅચ હારી ચૂકેલી પ્રજાપતિ કુંભાર વચ્ચેની આ મૅચ વન-સાઇડેડ રહી હતી. ચરોતર રૂખીની ટીમને બે આક્રમક ઓપનરો કિશોર ચૌહાણ અને જિતેશ પુરબિયાએ સતત ત્રણ બૉલમાં ત્રણ ફોર ફટકારીને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન અપાવ્યા હતા. બન્નેએ મળીને ૧૦૦ કરતાં પણ વધુ રન બનાવ્યા હતા અને આ વખતની ટુર્નામેન્ટની આ પ્રથમ સેન્ચુરી-પાર્ટનરશિપ હતી.

પ્રજાપતિ કુંભારની ટીમ સાધારણ શરૂઆત કર્યા પછી ન તો ઝડપી ગતિએ રન બનાવી શકી હતી અને ન તો વિકેટો જાળવી શકી હતી. નીતિન સોલંકીની મેઇડન ઓવરમાં ત્રણ વિકેટ પડી હતી. તેની અને ત્યાર પછી પરેશ વાલંત્રાની પણ મેઇડન ઓવરમાં એક વિકેટ પડી હતી. બે મેઇડન બદલ ટીમના ટોટલમાંથી છ-છ રન કપાઈ ગયા હતા અને છેવટે આ ટીમનો ૭૨ રનથી પરાજય થયો હતો.

ટૂંકો સ્કોર : ચરોતર રૂખી : ૧૦ ઓવરમાં ૧ વિકેટે ૧૩૬ રન (કિશોર ચૌહાણ ૩૫ બૉલમાં એક સિક્સર અને નવ ફોર સાથે ૫૪ નૉટઆઉટ, જિતેશ પુરબિયા ૨૦ બૉલમાં બે સિક્સર અને સાત ફોર સાથે ૪૬ રન, મનોજ રાઠોડ પાંચ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૭ નૉટઆઉટ)

પ્રજાપતિ કુંભાર : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૬૪ રન (મિતુલ ચૌહાણ ૩૧ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે ૪૧ રન, નીતિન સોલંકી ૨-૧-૫-૩ અને પરેશ વાલંત્રા ૨-૧-૮-૨)

મૅચ ૨

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે પ્રી-ક્વૉર્ટરમાં પહોંચવા આ મૅચ જીતવાની જ હતી, પરંતુ ૮૧ રનના સાધારણ ટોટલને કારણે એને એમાં સફળતા નહોતી મળી. એકમાત્ર ઉર્વેશ ઓઝા ૧૫ રનનો આંકડો પાર કરી શક્યો હતો. જોકે તેના ૨૯ રન ટીમને ડિફેન્ડિંગ ટોટલ અપાવવા માટે અપૂરતા હતા.

ઘોઘારી વીસા શ્રીમાળી જૈને ૮૨નો ટાર્ગેટ નવ ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો. ચાર સિક્સર ફટકારનાર મલ્કેશ ગાંધીના ઑલરાઉન્ડ પર્ફોમન્સથી અને બીજા કેટલાક પ્લેયરોના સારા યોગદાનોની મદદથી આ ટીમ પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી ગઈ હતી.

ટૂંકો સ્કોર : નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૮૧ રન (ઉર્વેશ ઓઝા ૨૬ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૯ રન, રોનક પારેખ ૨-૦-૧૨-૨ અને મલ્કેશ ગાંધી ૨-૦-૧૨-૧)

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન : મલ્કેશ ગાંધી ૩૨ બૉલમાં ચાર સિક્સર અને એક ફોર સાથે ૩૯ નૉટઆઉટ, એક્સ્ટ્રા ૧૯)

મૅચ ૩

કચ્છી કડવા પાટીદારની ટીમ આ મૅચ પહેલાં જ પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી ગઈ હોવાથી એના માટે આ પ્રૅક્ટિસ-મૅચ હતી, પરંતુ કચ્છ-વાગડ લેઉવા પટેલ માટે મુકાબલો બહુ મહkવનો હતો. કચ્છી કડવા પાટીદારે બૅટિંગ લઈને કૅપ્ટન ભાવિક ભગતના ૩૦, અલ્પેશ રામજિયાણીના અણનમ ૨૭ તેમ જ એક્સ્ટ્રાના ૩૦ રનની મદદથી ૧૩૮ રન બનાવ્યા હતા. ભાવિક ભગતે સતત છ બૉલમાં છ ફોર ફટકારી હતી. તેણે ઇનિંગ્સની બીજી ઓવરના છેલ્લા પાંચ બૉલમાં પાંચ ફોર માર્યા બાદ ત્રીજી ઓવરમાં ફરી સ્ટ્રાઇક પર આવ્યા બાદ ઑર એક ફોર ફટકારી હતી. પહેલી સતત ત્રણ ફોર બદલ અને બીજી ત્રણ ફોર બદલ ટીમને થર્ડ ફોરના ચારને બદલે ૧૦ રન મળ્યાં હતા. અલ્પેશે પણ ત્રણ બૉલમાં ત્રણ ફોર ફટકારી હતી.

કચ્છ-વાગડ લેઉવા પટેલની ટીમે નબળી શરૂઆત બાદ પાવર ઓવરમાં બે વિકેટને કારણે ટોટલમાંથી ૨૦ રનની બાદબાકી જોવી પડી હતી. એકેય બૅટ્સમૅન ૧૦ રનના ફિગર પર નહોતો પહોંચી શક્યો. આ ટીમ છેવટે ૧૫ રને ઑલઆઉટ થઈ હતી. કચ્છી કડવા પાટીદારની જીતનો ૧૨૩ રનનો માર્જિન આ વખતની સ્પર્ધાનો સૌથી મોટા માર્જિન છે. અગાઉ હાલાઈ લોહાણાની મોચી સામેની જીતનું ૧૦૯ રનનું માર્જિન સૌથી મોટું હતું.

ટૂંકો સ્કોર : કચ્છી કડવા પાટીદાર: ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૩૮ રન (ભાવિક ભગત ૧૫ બૉલમાં સાત ફોર સાથે ૩૦ રન, અલ્પેશ રામજિયાણી ૧૨ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૨૭ નૉટઆઉટ, એક્સ્ટ્રા ૩૦, કલ્પેશ નોર ૨-૦-૧૦-૨)

કચ્છ-વાગડ લેઉવા પટેલ : ૮.૧ ઓવરમાં ૧૫ રને ઑલઆઉટ (અલ્પેશ બંગારી ૧૨ બૉલમાં એક ફોર સાથે ૯ રન, એક્સ્ટ્રા ૮, રમેશ જબુવાણી ૨-૦-૩-૨, જિજ્ઞેશ નાકરાણી ૧-૦-૬-૨)

મૅચ ૪

આ મૅચ બાલાસિનોર તેમ જ ગુર્જર ક્ષત્રિય કડિયા ઉપરાંત કચ્છ-વાગડ લેઉવા પટેલની ટીમ માટે પણ પ્રી-ક્વૉર્ટરના પ્રવેશ સંબંધમાં રસ જગાડનારી હતી. જોકે છેવટે આ ત્રણેયમાં બાલાસિનોરના પ્લેયરો મેદાન મારી ગયા હતા અને બાકીની બન્ને ટીમ આઉટ થઈ ગઈ હતી. બાલાસિનોરે બૅટિંગ મળતાં પ્રથમ બૉલમાં સંદીપ ધારિયાની ક્લીન બોલ્ડમાં વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યાર પછી કેટલીક સારી ભાગીદારીઓએ ટીમને ૧૧૧ રનનું ડિફેન્ડેબલ ટોટલ અપાવ્યું હતું. છેલ્લી ત્રણ ઓવરમાં બૅટ્સમેનોએ એક સિક્સર અને સાત ફોર ફટકારી હતી. ખાસ કરીને પાવર પ્લેવાળી નવમી ઓવરના ૧૭ રનથી ટીમનું ટોટલ ૧૦૦ રન પાર કરી ગયું હતું.

ગુર્જર ક્ષત્રિય કડિયાની ટીમ માટે શરૂઆતથી જ ૧૧૨ રનનો ટાર્ગેટ કાબૂ બહારનો જણાતો હતો અને એવું જ બન્યું હતું. ટીમના ૫૦ રન છેક સાતમી ઓવરમાં બન્યા હતા. જોકે મિડ-ડે કપમાં પહેલી જ વાર રમવા આવેલી ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમના બૅટ્સમેનોનો ઉત્સાહ છેક સુધી જળવાયો હતો અને પરાજય પહેલાં ટીમને ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૭૭ રનનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું. આ ટીમની ૩૪ રનથી હાર થઈ હતી.

ટૂંકો સ્કોર : બાલાસિનોર : ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૧૧ રન (રોહન ધારિયા ૨૦ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૭ રન, તેજસ શાહ ૨૧ બૉલમાં ચાર ફોર સાથે ૨૬ રન, અપૂર્વ ધારિયા ૯ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૬ નૉટઆઉટ, એક્સ્ટ્રા પચીસ રન)

ગુર્જર ક્ષત્રિય કડિયા : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૭૭ રન (વિશાલ વાઘેલા ૨૧ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૪ રન, રમેશ ચૌહાણ ૧૨ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૫ રન, મયૂર ચોથાણી ૧૩ બૉલમાં એક ફોર સાથે ૧૫ રન (જિગર પરીખ ૨-૦-૭-૨ અને અપૂર્વ ધારિયા ૨-૦-૧૩-૨)

આજની મૅચો

સવારે ૯.૦૦

કપોળ (C૧)

V/S

ખંભાત વીસા શ્રીમાળી જૈન (C૨)

સવારે ૧૧.૦૦

કચ્છી વીસા ઓસવાળ જૈન (C૩)

V/S

રાજપૂત ક્ષત્રિય (C૪)

બપોરે ૧.૦૦

નવગામ વીસા નાગર વણિક (D૧)

V/S

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક

જૈન (D૨)

બપોરે ૩.૦૦

માહ્યાવંશી (D૩)

V/S

સોરઠિયા મુસ્લિમ ઘાંચી (D૪)

આવતી કાલની મૅચો

સવારે ૯.૦૦

કચ્છી લોહાણા (E૧)

V/S

વીસા સોરઠિયા વણિક (E૨)

સવારે ૧૧.૦૦

સઇ સુતાર વાંઝા નાઘેર (E૩)

V/S

લુહાર સુતાર (E૪)

બપોરે ૧.૦૦

વૈંશ સુથાર (G૩)

V/S

છારીયા ઉનેવાળ બ્રાહ્મણ (G૪)

બપોરે ૩.૦૦

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) (F૩)

V/S

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (F૪)