કચ્છી સમાજની બે ટીમો પ્રી-ક્વૉર્ટરમાં

24 December, 2012 06:11 AM IST  | 

કચ્છી સમાજની બે ટીમો પ્રી-ક્વૉર્ટરમાં



મિડ-ડે કપમાં ગઈ કાલના છઠ્ઠા દિવસે રસાકસીભર્યા મુકાબલા જોવા મળ્યાં હતા. ગ્રુપ ઘ્માંથી કચ્છી વીસા ઓસવાળ જૈન અને ગ્રુપ ચ્માંથી કચ્છી લોહાણાની ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી. ગ્રુપ ગ્રુપ Dમાં ગઈ કાલે સોરઠિયા મુસ્લિમ ઘાંચીએ આ વખતે પહેલી જીત માણી હતી. ગઈ કાલની ચાર મૅચમાં ઘણા કૅચ છૂટ્યાં હતા. મોટા ભાગની મૅચો રોમાંચક નહોતી અને નામ પ્રમાણે ટીમો સારું પફોર્ર્મ નહોતું કરી શકી.

મૅચ ૧

કપોળે બૅટિંગ મળતાં સાધારણ શરૂઆત કરી અને દરેક ઓવરમાં ૭થી ૧૨ રન બનવાની રફતાર છેક સુધી રહી હતી. એકમાત્ર જય મહેતા સિવાય બીજો કોઈ બૅટ્સમૅન ૧૫ રનનો આંકડો નહોતો ઓળંગી શક્યો અને મોટી પાર્ટનરશિપના અભાવે ટોટલ માત્ર ૭૬ રન રહ્યું હતું.

કચ્છી વીસા ઓસવાળ જૈને ૭૭ રનનો ટાર્ગેટ મેળવીને પ્રી-ક્વૉર્ટરમાં પહોંચવાનો મોકો શરૂઆતથી ઝડપી લીધો હતો. એના રન ધીમીથી સાધારણ ગતિએ બન્યા હતા, પરંતુ વિકેટો જાળવી રાખીને આ ટીમે જીત આસાન બનાવી હતી. નવમી ઓવરના બીજા બૉલમાં આઠ વિકેટે વિજય મેળવીને આ ટીમે પ્રી-ક્વૉર્ટરમાં સ્થાન પાકું કરી લીધું હતું.

કપોળ બૅન્કના કર્તાહર્તા કે. ડી. વોરા તરફથી મૅચ પહેલાં થયેલી જાહેરાત મુજબ સિક્સર ફટકારનાર કપોળની ટીમના દરેક પ્લેયરને સિક્સરદીઠ ૧૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાનું નક્કી થયું હતું. કપોળના જય મહેતાએ બે અને નયન મહેતાએ એક સિક્સર ફટકારી હતી અને જાહેરાત પ્રમાણે તેમને ઇનામ આપવામાં આવ્યા હતા.

ટૂંકો સ્કોર : કપોળ : ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૭૬ રન (જય મહેતા ૧૯ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૪ રન, કેતન સંગોઈ ૨-૦-૫-૩, સંકેત શાહ ૨-૦-૧૯-૨)

કચ્છી વીસા ઓસવાળ જૈન : ૮.૨ ઓવરમાં બે વિકેટે ૭૭ રન (વિનીત સાવલા ૨૦ બૉલમાં સાત ફોર સાથે ૩૬ નૉટઆઉટ, ધીરેન દેઢિયા ૨૦ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૯ રન)

મૅચ ૨

ખંભાત વીસા શ્રીમાળી જૈને બૅટિંગ મળતાં સારો લાભ ઉઠાવ્યો હતો. પહેલી પાંચ ઓવરના અંત સુધીમાં ટોટલ વિના વિકેટે ૪૯ થઈ ગયું હતું. છેક સાતમી ઓવરમાં પ્રથમ

વિકેટ પડી હતી. ૬૯ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી જે આ વખતની હાઇએસ્ટ છે. આ ટીમે આપેલો ૧૩૧ રનનો ટાર્ગેટ રાજપૂત ક્ષત્રિય માટે કાબૂ બહારનો

બની ગયો હતો. રુષભ દંતારાએ અણનમ ૬૦ રન બનાવવાની સાથે આ વખતના મિડ-ડે કપમાં હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર પોતાના નામે લખાવી લીધો હતો.

રાજપૂત ક્ષત્રિયે સાધારણ શરૂઆત કર્યા પછી ચોથી અને છઠ્ઠી ઓવરમાં બે-બે વિકેટ ગુમાવી એ સાથે એના રનમશીનને જોરદાર આંચકા વાગ્યા હતા અને જીતવાની આશા ઓછી થતી ગઈ હતી. એકમાત્ર પ્રતાપ જાડેજા ૨૦ રનનો આંકડો વટાવી શક્યો હતો. ખંભાત વીસા શ્રીમાળી જૈનના જિગર શાહે ૧૦ રનમાં ચાર વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો અને રાજપૂત ક્ષત્રિયનું જીતવું અશક્ય બનાવી દીધું હતું.

ટૂંકો સ્કોર : ખંભાત વીસા શ્રીમાળી જૈન : ૧૦ ઓવરમાં બે વિકેટે ૧૩૦ રન (રુષભ દંતારા ૨૭ બૉલમાં એક સિક્સર અને અગિયાર ફોર સાથે ૬૦ નૉટઆઉટ, ધર્મેશ ચોકસી ૨૪ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૬ રન)

રાજપૂત ક્ષત્રિય : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૯૦ રન (પ્રતાપ જાડેજા ૧૪ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે ૨૧ રન, જિગર શાહ ૨-૦-૧૦-૪)

મૅચ ૩

કચ્છી લોહાણા પ્રી-ક્વૉર્ટરમાં પહોંચનાર ચોથી ટીમ બની હતી. આ ટીમે બૅટિંગ લીધી હતી. પ્રથમ ઓવરમાં વિકેટ ગઈ હતી, પરંતુ ધબડકો ત્યાં જ અટકી ગયો હતો. ચોથી ઓવરમાં ઑર એક વિકેટ પડ્યા પછી રનમશીન ફાસ્ટ થયું હતું અને ઓવરદીઠ ૧૦થી ૨૦ રન બન્યા હતા જેના કારણે ટીમે હરીફ ટીમ માટે ચૅલેન્જિંગ બની રહેનારો ૧૦૦નો સાયકોલૉજિકલ આંકડો પાર કરી લીધો હતો અને છેલ્લે ટોટલ ચાર વિકેટે ૧૧૪ રન રહ્યું હતું.

સઈ સુતાર વાંઝા નાઘેર માટે ૧૧૫ રનનો ટાર્ગેટ શરૂઆતથી કન્ટ્રોલ બહારની બાબત હતી. એકના ડબલ રન કરી આપતી પાવર ઓવરના અંત સુધીમાં આ ટીમના ફક્ત ૨૮ રન બન્યા હતા અને છેક છેલ્લી ઓવરમાં ટીમની હાફ સેન્ચુરી પૂરી થઈ હતી. આ સાથે એનો ૬૧ રનથી પરાજય થયો હતો અને કચ્છી લોહાણાએ પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રી કરી હતી.

ટૂંકો સ્કોર : કચ્છી લોહાણા : ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૧૪ રન (યતીશ ગણાત્રા ૧૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૫ નૉટઆઉટ, કપિલ સોતા બાવીસ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૬ રન, રાહુલ પઢિયાર ૧-૦-૧૬-૨)

સઈ સુતાર વાંઝા નાઘેર : ૧૦ ઓવરમાં પાંચ વિકેટ સાથે ૫૩ રન (શૈલેષ જેઠવા ૨૭ બૉલમાં બે ફોર સાથે બાવીસ નૉટઆઉટ, રુપેશ ઠક્કર ૨-૦-૮-૨, ધ્રુવ ઠક્કર ૨-૦-૧૪-૨)

મૅચ ૪

સોરઠિયા મુસ્લિમ ઘાંચીએ પ્રી-ક્વૉર્ટર માટેની રેસમાં ટકી રહેવા આ મૅચ જીતવી જરૂરી હતી અને એવું બન્યું હતું. બૅટિંગ લઈને આ ટીમે છ વિકેટે ૮૧ રન બનાવ્યા હતા. પાવર ઓવરમાં ત્રણ એક્સ્ટ્રા રન બન્યા હતા અને એ રીતે આ ઓવર મેઇડન હતી. આખી ઇનિંગ્સમાં બે મેઇડન હતી.

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને શરૂઆતની ઓવરોમાં વિકેટ નહોતી ગુમાવી, પરંતુ ખાસ કંઈ રન પણ નહોતા બન્યા. ઇનિંગ્સની મધ્યમાં એટલે પાંચ ઓવરમાં એક વિકેટે માત્ર ૨૮ રન થયા હતા. શૈલેષ દોશીના ૨૯ રન બાદ કરતા કોઈ બૅટ્સમૅન ૧૫ રન પણ નહોતો બનાવી શક્યો અને આ ટીમનો ૧૭ રનથી પરાજય થયો હતો.

ટૂંકો સ્કોર : સોરઠિયા મુસ્લિમ ઘાંચી : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૧ રન (ફિરોઝ મેતર ૧૭ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે ૩૪ રન, હર્ષ રાતડિયા ૨-૦-૨૩-૩, નિશિત શેઠ ૨-૦-૧૨-૨)

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન : ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૬૪ રન (શૈલેષ દોશી ૨૩ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૯ રન)

આજની મૅચો

સવારે ૯.૦૦

નવગામ વીસા નાગર વણિક  (C૧)

V/S

માહ્યાવંશી (C૩)

સવારે ૧૧.૦૦

વીસા સોરઠિયા વણિક (E૨)

V/S

લુહાર સુતાર (E૪)

બપોરે ૧.૦૦

વાગડ વીસા ઓસવાળ જૈન (F૧)

V/S

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) (F૩)

બપોરે ૩.૦૦

દશા સોરઠિયા વણિક (F૨)

V/S

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (F૪)

આવતી કાલની મૅચો

સવારે ૯.૦૦

મેઘવાળ (G૧)

V/S

વૈંશ સુથાર (G૩)

સવારે ૧૧.૦૦

આહિર (G૨)

V/S

છારીયા ઉનેવાળ બ્રાહ્મણ (G૪)

બપોરે ૧.૦૦

હાલાઈ લોહાણા (H૧)

V/S

બ્રહ્મક્ષત્રિય (H૩)

બપોરે ૩.૦૦

ગુર્જર સુતાર (H૨)

V/S

મોચી (H૪)