વાગડવાસીઓના બન્ને મુકાબલામાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો વિજય

29 November, 2012 06:15 AM IST  | 

વાગડવાસીઓના બન્ને મુકાબલામાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો વિજય

સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ઇન્ડિયન ઍરલાઇન્સ ગ્રાઉન્ડમાં રમાતી આ T20 સ્પર્ધામાં આવિષ્કાર ફ્યુચર-અંધેરીએ ચર્ની રોડ સી. સી.ને ૨૬ રનથી અને સ્વસ્તિક સી. સી.-કાલિનાએ સ્ટ્રાઇકર્સ-મલાડને ૧૭ રનથી પરાજય આપ્યો હતો. બન્ને વિજેતા ટીમે પ્રથમ બૅટિંગ કરીને આ સફળતા મેળવી હતી.

કોણ કેવી રીતે જીત્યું?

આવિષ્કાર ફ્યુચર-અંધેરી (૨૦ ઓવરમાં ૧૨૮/૮)નો ચર્ની રોડ સી. સી. (૨૦ ઓવરમાં ૧૦૨/૯) સામે ૨૬ રનથી વિજય.

મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર ફ્યુચર-અંધેરીનો પ્રતીક ગડા (૬૭ બૉલમાં પાંચ ફોર સાથે ૬૮ નૉટઆઉટ અને ૧૧ રનમાં બે વિકેટ)

સ્વસ્તિક સી. સી. કાલિના (૧૯.૪ ઓવરમાં ૧૧૦/૧૦)ની સ્ટ્રાઇકર્સ-મલાડ (૧૯ ઓવરમાં ૯૩/૧૦) સામે ૧૭ રનથી જીત.

મૅન ઑફ ધ મૅચ : સ્ટ્રાઇકર્સ-મલાડનો ભાવિક છેડા (૯ રનમાં ત્રણ  વિકેટ, એક કૅચ અને ૨૪ બૉલમાં ૨૪ રન)

સી. સી. = ક્રિકેટ ક્લબ, વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ ક્લબ