વાગડવાસીઓની T20 સ્પર્ધા શરૂ : પ્રથમ મૅચ રોમાંચક થઈ પણ બીજી વન-સાઇડેડ

27 November, 2012 06:22 AM IST  | 

વાગડવાસીઓની T20 સ્પર્ધા શરૂ : પ્રથમ મૅચ રોમાંચક થઈ પણ બીજી વન-સાઇડેડ



શ્રી વાગડ કલા કેન્દ્રની ક્રિકેટ-કમિટીના ચૅરમૅન દામજી બુરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે ઓપનિંગ સેરેમનીમાં આ સ્પર્ધા સ્પૉન્સર કરનાર દિલીપ દામજી શાહ, આયોજક સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકરો તેમ જ સમાજના બીજા અગ્રણીઓએ હાજરી આપી હતી. આ વખતે ક્વૉલિફાઇંગ રાઉન્ડ રાખ્યો હોવાથી સ્પર્ધા વધુ રોમાંચક અને રસાકસીભરી બની જશે.’

કઈ મૅચમાં શું બન્યું?

સ્ટ્રાઇકર્સ-મલાડ (૨૦ ઓવરમાં ૧૦૯/૯) સામે આવિષ્કાર ફ્યુચર-અંધેરી (૧૮.૫ ઓવરમાં ૧૧૩/૪)નો ૬ વિકેટે વિજય.

મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર ફ્યુચર-અંધેરીનો પ્રતીક ગડા (૪ વિકેટ, ૧ કૅચ અને ૪૦ બૉલમાં ૨૯ રન)

ચર્નીરોડ સી. સી. (૨૦ ઓવરમાં ૧૭૯/૭)ની ભરુડિયા સી. સી. (૨૦ ઓવરમાં ૬૪/૭) સામે ૧૧૫ રનથી જીત.

મૅન ઑફ ધ મૅચ : ચર્નીરોડ સી. સી.નો બિપિન સાવલા (૪૯ બૉલમાં ૩ સિક્સર અને ૧૦ ફોર સાથે ૮૫ રન)

આજે કઈ બે મૅચ?

વી. એસ. સી. ગોરેગામ V/S ટીમ ઘાટકોપર, સવારે ૯.૩૦

ગ્રાન્ટ રોડ ઇલેવન V/S બોરીવલી ચૅલેન્જર્સ, બપોરે ૧.૦૦

સી. સી. = ક્રિકેટ ક્લબ, વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ ક્લ

કયા રાઉન્ડમાં કઈ ટીમો?

ફસ્ર્ટ ક્વૉલિફાઇંગ રાઉન્ડ

ગ્રુપ ‘એ’ : સ્ટ્રાઇકર્સ-મલાડ, આવિષ્કાર ફ્યુચર-અંધેરી, ચર્ની રોડ સી. સી., ભરુડિયા સી. સી. અને સ્વસ્તિક સી. સી.-કાલિના

ગ્રુપ ‘બી’ : વી. એસ. સી. ગોરેગામ, ટીમ ઘાટકોપર, ગ્રાન્ટ રોડ ઇલેવન અને બોરીવલી ચૅલેન્જર્સ

સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડ

ગ્રુપ ‘સી’ : આવિષ્કાર-અંધેરી અને ચેઇન ગ્રુપ-થાણે

ગ્રુપ ‘ડી’ : આકૃતિ-પાર્લે અને વી. એસ. સી. કાલબાદેવી

નોંધ : (૧) આખી સ્પર્ધામાં કુલ ૧૩ ટીમ ભાગ લઈ રહી છે. (૨) સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડની ટીમો ગયા વર્ષની આ સ્પર્ધાની સેમી ફાઇનલિસ્ટો છે. આ ચારેય ટીમોને સીધો સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. (૩) ફસ્ર્ટ ક્વૉલિફાઇંગ રાઉન્ડના બે ગ્રુપમાંથી ટોચની બે-બે ટીમ સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં આવશે એટલે એ રાઉન્ડમાં કુલ આઠ ટીમો થઈ જશે. આ આઠ ટીમો બે ગ્રુપમાં વહેંચાશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમો સામે લીગ મૅચ રમશે. બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ ૧૭ ડિસેમ્બરની સેમી ફાઇનલમાં પહોંચશે. ફાઇનલ (નાઇટ મૅચ) ૨૩ ડિસેમ્બરે રમાશે.