મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટેના ભવ્ય ક્રિકેટજલસાની આઠમી સીઝન ૧૪ જાન્યુઆરીથી

26 November, 2014 03:36 AM IST  | 

મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટેના ભવ્ય ક્રિકેટજલસાની આઠમી સીઝન ૧૪ જાન્યુઆરીથી




મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટે મિડ-ડે દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટસ્પર્ધાની આઠમી સીઝનનો સમય નજીક આવી ગયો છે ત્યારે આ સ્પર્ધા માટે ટીમોને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ છે. આ રોમાંચક સ્પર્ધાની ઓપનિંગ સેરેમની ૧૪ જાન્યુઆરીએ થશે અને બીજા દિવસથી સ્પર્ધા શરૂ થઈને ૧૫ ફેબ્રુઆરીએ એ પૂરી થશે.

ટ્વેન્ટી૨૦ ક્રિકેટની જેમ લેધરના બૉલથી રમાતી ૧૦-૧૦ ઓવરની આ એક્સાઇટિંગ ક્રિકેટ-ઇવેન્ટે છેલ્લાં ૭ વર્ષમાં મુંબઈના ગુજરાતીઓમાં અનેરું સ્થાન બનાવ્યું છે. આ સ્પર્ધા પાછી ક્યારે આવશે એની કાગડોળે રાહ જોવાતી હોય છે અને એ ઇન્તેજાર હવે વહેલી તકે પૂરો થઈ રહ્યો છે.

આ સ્પર્ધા માટેના જે નિયમો છે એમાંનો મુખ્ય એ છે કે એમાં વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ, બદલાપુર, પનવેલ સુધીના ખેલાડીઓ જ હોવા જોઈશે.

મિડ-ડેની આ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં હટકે નિયમો હોય છે અને આ વખતે એમાં વધુ એક્સાઇટમેન્ટ ઉમેરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. સ્પર્ધાનું ફૉર્મેટ ટીમોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે.

આ સ્પર્ધા માટેની એન્ટ્રી-ફી ૧૫,૦૦૦ રૂપિયા છે. એ ઉપરાંત ભાગ લેનારી દરેક જ્ઞાતિએ પોતાની ટીમનો સ્પૉન્સર મેળવી આપવાનો રહેશે જેની વિગતવાર માહિતી મિડ-ડેના પ્રતિનિધિ તરફથી પૂરી પાડવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં લાગ લેવા ઇચ્છતી જ્ઞાતિઓ દિનેશ પટેલને ૯૮૨૦૨ ૨૯૮૯૬ નંબર પર ફોન કરીને નામ નોંધાવી શકે છે.

જેટલી પણ એન્ટ્રી આવશે એમાંથી ટીમોના સિલેક્શનમાં મિડ-ડેનો નિર્ણય ફાઇનલ ગણાશે.