મિડ ડે ક્રિકેટ કપઃ આજે કચ્છી કડવા પાટીદાર વિ. કચ્છી લોહાણા

24 March, 2019 11:34 AM IST  | 

મિડ ડે ક્રિકેટ કપઃ આજે કચ્છી કડવા પાટીદાર વિ. કચ્છી લોહાણા

કચ્છી કડવા પાટીદાર ટીમે સતત ત્રીજા વર્ષે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં બન્ને વાર કચ્છી લોહાણા અને કપોળને હરાવીને ચૅમ્પિયન બની હતી અને આજે વધુ એક વખત કમાલ કરશે તો ચરોતર રૂખી બાદ ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક કરનાર બીજી ટીમ બની જશે. બીજી તરફ કચ્છી લોહાણાએ એક વર્ષના અંતરે ફાઇનલમાં પ્રવેશ કરવાની તેમની પરંપરાને જાળવી રાખતાં આજે ચોથી ફાઇનલ રમશે. આ સાથે કચ્છી લોહાણાએ ચાર ફાઇનલ રમવાના ચરોતર રૂખીના રેકૉર્ડની બરોબરી કરી છે. કચ્છી લોહાણાની આ સિદ્ધિ છતાં કમનસીબી એ છે કે તેઓ હજી સુધી એક પણ વાર ટ્રોફી જીતી શક્યા નથી. ૨૦૧૩ અને ૨૦૧૫માં ચરોતર રૂખી સામે અને ૨૦૧૭માં કચ્છી કડવા પાટીદાર સામે પરાજય જોવો પડ્યો હતો

રોડ ટુ ધ ફાઇનલ

કચ્છી કડવા પાટીદારની ફાઇનલ સુધીની સફર

લીગ રાઉન્ડ
કચ્છી લોહાણા સામે ૯ વિકેટથી પરાજય
સોરઠિયા મુસ્લિમ ઘાંચી સામે ૮ વિકેટથી વિજય
પ્રજાપતિ કુંભાર સામે ૮૭ રનથી વિજય


પ્રી-ક્વૉર્ટર ફાઇનલ
વાગડ વીસા ઓસવાળ જૈન સામે ૯ વિકેટથી વિજય


ક્વૉર્ટર ફાઇનલ
પરજિયા સોની સામે ૫૫ રનથી વિજય


સેમી ફાઇનલ
કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ૯ વિકેટથી વિજય

કચ્છી લોહાણાની ફાઇનલ સુધીની સફર

લીગ રાઉન્ડ

કચ્છી કડવા પાટીદાર સામે ૯ વિકેટથી વિજય
પ્રજાપતિ કુંભાર સામે ૩૫ રનથી વિજય
સોરઠિયા મુસ્લિમ ઘાંચી સામે પાંચ વિકેટથી પરાજય

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ
નવગામ વીસા નાગર વણિક સામે ૭ રનથી વિજય

ક્વૉર્ટર ફાઇનલ
હાલાઈ લોહાણા સામે ૫૫ રનથી વિજય

સેમી ફાઇનલ
કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ટાઇ બાદ
સુપર-ઓવરમાં એક રનથી વિજય

cricket news sports news mumbai news