મિડ-ડે કપ દિવસ-4 : એક નવી ટીમ જીતી, પણ બીજી બે હારી

29 December, 2011 03:08 AM IST  | 

મિડ-ડે કપ દિવસ-4 : એક નવી ટીમ જીતી, પણ બીજી બે હારી



મૅચ ૧

કચ્છી લોહાણા ટીમે બૅટિંગ મળ્યા પછી સારી શરૂઆત કરી હતી. પ્રથમ ઓવર પછી રનમશીન ધીમું પડી ગયું હતું. પાવર ઓવરમાં ૧૪ રન બન્યા પછી ફરી રનોની ગતિ ફરી મંદ થઈ ગઈ હતી અને ઇનિંગ્સને અંતે ટોટલ ૮ વિકેટે માત્ર ૭૬ રન હતું.

(વધુ તસવીરો માટે નીચે જુઓ)

પ્રજાપતિ કુંભારે વિકેટ ગુમાવવાની શરૂઆત પહેલી ઓવરથી જ કરી હતી, પરંતુ પાવર ઓવરની વિકેટ એને મોંઘી પડી હતી, કારણ કે એ વિકેટને લીધે ટોટલમાંથી ૧૦ રન કપાઈ ગયા હતા અને છેવટે એણે ૭ રનથી પરાજય જોયો હતો.

મૅચ ૨

ગુર્જર સુતારની ટીમ બૅટિંગ લેવાના નિર્ણયનો ફાયદો નહોતો લઈ શકી. એકમાત્ર નૈનેશ પંચાસરા સિવાય કોઈ બૅટ્સમૅન પાંચ રનનો આંકડો પાર નહોતો કરી શક્યો અને આખી ટીમ ૭ વિકેટે ફક્ત ૫૪ રન બનાવી શકી હતી.

પહેલી વખત મિડ-ડે કપમાં રમી રહેલી બાલાસિનોરની ટીમે ધમાકેદાર શરૂઆત કરીને માત્ર સાડાચાર ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વિના પંચાવન રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ વખતની ટુર્નામેન્ટમાં ગઈ કાલ સુધીમાં નવી ટીમોમાંથી એકમાત્ર બાલાસિનોરે જીત નોંધાવી છે.

મૅચ ૩

ગયા વર્ષની રનર્સ-અપ હાલાઈ લોહાણાએ ૩ વિકેટે જે ૧૩૮ રન બનાવ્યા હતા એમાં મિડ-ડે કપના ટોચના ઓપનરોમાં ગણાતા સાગર મસરાણી અને મેહુલ ગોકાણી વચ્ચેની ૧૩૩ રનની પાર્ટનરશિપની સૌથી મોટી ભૂમિકા હતી. પ્રથમ વિકેટ છેક નવમી ઓવરમાં પડી હતી.

પહેલી જ વખત મિડ-ડે કપમાં રમી રહેલી સઈ સુતાર વાંઝા નાઘેરની ટીમે મુખ્યત્વે ઓપનર ધવલ પડિયાર (૩૪ રન) અને સતીશ ચુડાસમા (૧૩ રન)ની મદદથી પાંચ વિકેટે ૧૦૧ રન બનાવ્યા હતા અને હાલાઈ લોહાણાને ખૂબ સંઘર્ષ કરાવ્યા પછી ૩૭ રનથી હાર જોઈ હતી.

મૅચ ૪

પહેલી જ વખત મિડ-ડે કપમાં રમી રહેલી શ્રીમાળી સોનીની ટીમે આપેલી બૅટિંગનો બારેસી દરજીએ પૂરો ફાયદો લીધો હતો અને ૬ વિકેટે ૧૬૮ રન બનાવ્યા હતા તેમ જ શ્રીમાળી સોનીએ નિર્ધારિત ૪૫ મિનિટમાં એક ઓવર ઓછી કરી હોવાથી એને ૧૦ રનની પેનલ્ટી થઈ હતી અને શ્રીમાળી સોનીને ૧૭૯ રનનો તોતિંગ ટાર્ગેટ મળ્યો હતો.

શ્રીમાળી સોનીએ પહેલી બે ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવ્યા પછી પાવર ઓવરની વિકેટને લીધે ઑર ૧૦ રન ગુમાવ્યા હતા. આખી ટીમ ૯ વિકેટે ૪૫ રન બનાવી શકી હતી અને ૧૩૩ રનથી હારી ગઈ હતી.

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ - G

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

G

૬.૮

G

૦.૭

G

- ૦.૭

G

- ૬.૮


G૧ - કચ્છી લોહાણા, G૨ - ગુર્જર સુતાર, G૩ - બાલાસિનોર, G૪ - પ્રજાપતિ કુંભાર

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ – H

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

H

+ ૧૩.૩

H

+ ૩.૭

H

- ૩.૭

H

- ૧૩.૩


H૧ - હાલાઈ લોહાણ, H૨ - શ્રીમાળી સોની, H૩ - બારેસી દરજી, H૪ - સઈ સુતાર વાંઝા નાઘેર

સ્કોર-ર્બોડ

મૅચ ૧

કચ્છી લોહાણા-G૧

૧૦ ઓવરમાં ૭૬/૮ (જયેશ ઠક્કર ૨૩ બૉલમાં ૪ ફોર સાથે બાવીસ, ધનસુખ ચિત્રોડા ૨-૦-૬-૪, વિકી ચૌહાણ ૨-૦-૧૦-૨)

v/s

પ્રજાપતિ કુંભાર-G૪

૧૦ ઓવરમાં ૬૯/૭ (હરેશ શિંગાડિયા ૧૮ બૉલમાં પાંચ ફોર સાથે ૨૭, રોનક અનમ ૧-૦-૭-૨, જિમિત ભીંડે ૨-૦-૧૮-૨)

મૅચ ૨

ગુર્જર સુતાર-G૨

૧૦ ઓવરમાં ૫૪/૭ (નૈનેશ પંચાસરા ૨૮ બૉલમાં ત્રણ ફોર સાથે ૩૧, જિગર પરીખ ૨-૦-૧૬-૩, દક્ષિત ગાંધી ૧-૦-૩-૨)

v/s

બાલાસિનોર-G૩

૪.૩ ઓવરમાં ૫૫/૦ (નીરેન ધારિયા ૧૬ બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૪ નૉટઆઉટ, શિતેન કડકિયા ૧૧ બૉલમાં બે ફોર સાથે ૧૨ નૉટઆઉટ)

મૅચ ૩

હાલાઈ લોહાણા-H૧

૧૦ ઓવરમાં ૧૩૮/૩ (સાગર મસરાણી ૩૦ બૉલમાં ત્રણ સિક્સર અને બાર ફોર સાથે ૭૪, મેહુલ ગોકાણી ૨૩ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૫)

v/s

સઈ સુતાર વાંઝા નાઘેર-H૪

૧૦ ઓવરમાં ૧૦૧/૩ (ધવલ પડિયાર ૨૬ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે ૩૪, કેતન ઠક્કર ૨-૦-૨૩-૨)

મૅચ ૪

બારેસી દરજી-H૩

૧૦ ઓવરમાં ૧૭૮/૬ (કુણાલ સોલંકી ૩૦ બૉલમાં એક સિક્સર અને બાર ફોર સાથે ૬૫, અનિલ માસ્તર ૨-૦-૧૫-૩, ગિરીશ માસ્તર ૨-૦-૨૩-૨)

v/s

શ્રીમાળી સોની-H૨

૧૦ ઓવરમાં ૪૫/૯ (કુણાલ સોલંકી ૨-૦-૧૫-૨)