માઇકલ વૉને ICC દ્વારા અસમાન આવક વિતરણની આકરી ટીકા કરી

22 July, 2025 06:59 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ICC તરફથી ૪ વર્ષના સમયગાળાની એક સીઝનમાં ભારતને સૌથી વધુ ૩૮.૫૦ ટકા, ઇંગ્લૅન્ડને ૬.૮૯ ટકા, ઑસ્ટ્રેલિયાને ૬.૨૫ ટકા

માઇકલ વૉન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ICC દ્વારા આવક વિતરણની અસમાનતા પર ચિંતા વ્યક્ત કરી છે. ICC તરફથી ૪ વર્ષના સમયગાળાની એક સીઝનમાં ભારતને સૌથી વધુ ૩૮.૫૦ ટકા, ઇંગ્લૅન્ડને ૬.૮૯ ટકા, ઑસ્ટ્રેલિયાને ૬.૨૫ ટકા, પાકિસ્તાનને ૫.૭૫ ટકા અને અન્ય ક્રિકેટ બોર્ડને પાંચ ટકા કમાણીનો ભાગ મળે છે.

માઇકલ વૉને કહ્યું હતું કે ‘ક્રિકેટમાં પૈસાનું યોગ્ય રીતે વિતરણ થતું નથી. ICC પાસે ઘણા પૈસા છે. જો આપણે ક્રિકેટમાં દ્વિસ્તરીય સિસ્ટમ દાખલ કરીએ તો પણ સૌથી ન્યાયી રસ્તો એ હશે કે આવકનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે. હું એમ નથી કહેતો કે દરેક દેશને બરાબર સમાન રકમ મળવી જોઈએ. વેસ્ટ ઇન્ડીઝ, બંગલાદેશ, શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ જેવી ટીમો વધુ હિસ્સો મેળવવાને હકદાર છે જેથી તેઓ તેમના પ્લેયર્સને વધુ સારી રીતે ચુકવણી કરી શકે. જો તેમને સારી રકમ મળે તો તેમના પ્લેયર્સ લાંબા સમય સુધી તેમની ટીમોનું પ્રતિનિધિત્વ કરવા માટે વધુ પ્રેરિત થશે.’ 

international cricket council england west indies bangladesh sri lanka cricket news sports news sports