12 March, 2025 01:33 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
માઇકલ બ્રેસવેલ
૧૬થી ૨૬ માર્ચ વચ્ચે ન્યુ ઝીલૅન્ડ ઘરઆંગણે પાકિસ્તાન સામે પાંચ મૅચની T20 સિરીઝ રમશે. આ સિરીઝ માટે સ્પિન-બોલિંગ ઑલરાઉન્ડર માઇકલ બ્રેસવેલને ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમને ફાઇનલ સુધી પહોંચાડનાર નિયમિત વાઇટ-બૉલ કૅપ્ટન મિચલ સૅન્ટનર IPLમાં રમવાનો હોવાથી તેને આરામ આપવામાં આવ્યો છે. રચિન રવીન્દ્ર, ડેવોન કૉન્વે, લૉકી ફર્ગ્યુસન અને ગ્લેન ફિલિપ્સ સહિતના સ્ટાર પ્લેયર્સ પણ IPLને કારણે પાકિસ્તાન સામેની સિરીઝમાં સિલેક્શન માટે ઉપલબ્ધ રહ્યા નહોતા.
આથી ભારતીય મૂળના લેગ-સ્પિનર ઈશ સોઢી સહિતના પ્લેયર્સે ટીમમાં વાપસી કરી છે. ચૅમ્પિયન્સ ટ્રોફી રમનાર છ અન્ય પ્લેયર્સને પણ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ન રમી શકનાર મૅટ હેન્રી ચોથી અને પાંચમી મૅચથી ટીમ સાથે જોડાશે.