મેસીનો છ દિવસનો પુત્ર આર્જેન્ટિનાની ક્લબનો મેમ્બર

07 November, 2012 06:25 AM IST  | 

મેસીનો છ દિવસનો પુત્ર આર્જેન્ટિનાની ક્લબનો મેમ્બર



બ્યુનોસ અર્સ: મેસીની ગર્લફ્રેન્ડ ઍન્ટોનેલાએ શુક્રવારે આર્જેન્ટિનાના રૉઝેરીઓ શહેરમાં પુત્રને જન્મ આપ્યો હતો. મેસી અને ઍન્ટોનેલાએ તેનું નામ અગાઉથી નક્કી કરી રાખ્યું હતું.

ખુદ મેસી ન્યુવેલ્સ ઑલ્ડ બૉય્ઝ ક્લબનો મેમ્બર છે. ટીઆગો આ ક્લબનો મેમ્બર નંબર ૨૮,૮૧,૧૫૨ છે એવું એના કેટલાક બીજા સભ્યોએ ગઈ કાલે ટીઆગોને મેમ્બર બનાવતાં બૅનરમાં લખ્યું હતું. પચીસ વર્ષનો મેસી નાનપણમાં ન્યુવેલ્સ ક્લબ સાથે જોડાયો હતો અને ૧૩ વર્ષની ઉંમરે સ્પેનની બાર્સેલોના ટીમ વતી પહેલી વાર રમ્યો હતો.