મેસી, નિવૃત્તિનો નિર્ણય ખેંચી લે

04 July, 2016 07:00 AM IST  | 

મેસી, નિવૃત્તિનો નિર્ણય ખેંચી લે





શનિવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયરસમાં ફુટબૉલ ખેલાડી લિયોનેલ મેસીના સમર્થકોએ મોટી સંખ્યામાં હાજર રહીને તેને નિવૃત્તિ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી. ગયા સપ્તાહે અમેરિકામાં યોજાયેલી કોપા અમેરિકા ટુર્નામેન્ટની ફાઇનલમાં આર્જેન્ટિના ચિલી સામે હારી જતાં મેસીએ આંતરરાષ્ટ્રીય ફુટબૉલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેની એ જાહેરાતને કારણે સોશ્યલ મીડિયામાં ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. રમતના દિગ્ગજો, કલાકારો અને રાજકારણીઓએ મેસીને પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે અપીલ કરી હતી.

આર્જેન્ટિનામાં ઘણો વરસાદ અને ઠંડી હતાં એને પરિણામે આશા કરતાં ઓછી સંખ્યામાં સમર્થકો મેસીને નિવૃત્તિ પાછી ખેંચવા માટેની રૅલીમાં જોડાયા હતા. જોકે મેસી અત્યાર સુધી દેશ માટે એક પણ મોટું ટાઇટલ જિતાડી ન શકતાં તેની ઘણી ટીકા થઈ હતી. અત્યાર સુધી આર્જેન્ટિના કુલ ચાર વખત મોટી ટુર્નામેન્ટની ફાઇનલમાં હાર્યું છે.