વિરાટને ત્રણ પુત્રીના પપ્પા વૉર્નરની અનોખી સ્ટાઇલમાં શુભેચ્છા...

13 January, 2021 09:09 AM IST  |  Mumbai

વિરાટને ત્રણ પુત્રીના પપ્પા વૉર્નરની અનોખી સ્ટાઇલમાં શુભેચ્છા...

ડેવિડ વૉર્નર

સોમવારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ થયો હતો. ખેલજગત અને ફિલ્મજગત તરફથી તેમને અનેક શુભેચ્છા મળી હતી, પણ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વૉર્નરે પોતાના અનોખા અંદાજમાં વિરાટને તેના પહેલા બાળકના જન્મ પર શુભેચ્છા આપી હતી. વૉર્નરે કહ્યું કે ‘અભિનંદન દોસ્ત, કોઈ ટિપ્સ જોઈએ તો મને મેસેજ કરજે.’

ઉલ્લેખનીય છે કે મેદાનમાં એકબીજાના વિરોધમાં રમતા આ બન્ને દિગ્ગજ પ્લેયર્સ ઘણા સારા મિત્ર પણ છે અને સોશ્યલ મીડિયા પર પણ વૉર્નર ઘણો ઍક્ટિવ રહે છે. વૉર્નર પોતે ત્રણ પુત્રીનો પિતા છે એટલે નવા-નવા પપ્પા બનેલા વિરાટ કોહલીને તે કંઈક સલાહ જરૂરથી આપી શકશે, એમાં કોઈ બેમત નથી.

david warner virat kohli sports news cricket news