ઇન્ડિયાની લેગ સાઇડ થિયરીનો તોડ કાઢવા સ્મિથ-લબુશેન કરી રહ્યા છે તૈયારી

01 January, 2021 12:24 PM IST  |  Melbourne | Agency

ઇન્ડિયાની લેગ સાઇડ થિયરીનો તોડ કાઢવા સ્મિથ-લબુશેન કરી રહ્યા છે તૈયારી

માર્નસ લબુશેન

બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચમાં ભારતીય બોલર્સ ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેનને વહેલા પૅવિલિયન મોકલવામાં સફળ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયન ટીમ મૅનેજમેન્ટ મુજબ આ બન્ને પ્લેયર્સ ભારતની લેગ સાઇડ થિયરી સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

સ્ટીવ સ્મિથ 

ઑસ્ટ્રેલિયન અસિસ્ટન્ટ કોચ ઍન્ડ્રુ મૅક્‍ડોનાલ્ડનું કહેવું છે કે ‘સ્મિથનું વહેલું આંકલન કરવું કદાચ ભૂલભર્યું હશે. હજી સુધી સિરીઝમાં જોઈએ એ પ્રમાણે તે ખીલી નથી શક્યો. બૉક્સિંગ ડે ટેસ્ટની પહેલી ઇનિંગમાં જે પ્રમાણે તે શરૂઆતના ચાર બૉલ રમ્યો હતો એ જોઈને તે ઘણો દૃઢ લાગતો હતો. નેટમાં પણ તે ઘણું સારું રમતો હતો. માર્નસ પણ એ પ્રમાણે જ પર્ફોર્મ કરતો હતો. અત્યારે મારે માટે એ પ્રશ્ન છે કે ભારતે જે પ્રમાણે વ્યૂહાત્મક તૈયારી કરી હતી એના આધારે તેઓ સ્મિથ અને લબુશેનને બાંધી રાખવામાં સફળ થયા, ખાસ કરીને લેગ સાઇડ થિયરીથી. માટે મને લાગે છે કે આ બન્ને પ્લેયર્સે વધુ સારી પદ્ધતિથી બહાર આવવું પડશે. તેમણે પોતાની ટેક્નિક પર કંઈ કરવાની જરૂર નથી, બસ ભારતની ટેક્નિક સમજીને પોતાની પદ્ધતિથી રન બનાવવાના છે. તેઓ ભારતીય બોલર્સ અને કૅપ્ટનની ટેક્નિકનો કઈ રીતે સામનો કરશે એ વિશે અમે ચર્ચા કરીશું. નેટમાં પણ અમે એ દિશામાં કામ કરીશું. પાંચમો દિવસ મૅચમાં કેવો હોવો જોઈતો હતો એ વિશે પણ અમે નેટમાં કામ કર્યું હતું, ચર્ચા કરી હતી. ગેમમાં ચડાવ-ઉતાર આવતા રહે છે અને ક્યારેક અચાનક રણનીતિ બદલાઈ જાય છે જેને લીધે વિવિધ પ્રકારે વિકેટ પડતી જાય છે.’

steve smith cricket news sports news australia