મઝહરના ભાઈ અઝહરે ત્રણ પાકિસ્તાનીઓ પર ફિક્સિંગની જાળ બિછાવેલી

20 October, 2011 04:46 PM IST  | 

મઝહરના ભાઈ અઝહરે ત્રણ પાકિસ્તાનીઓ પર ફિક્સિંગની જાળ બિછાવેલી

ગયા વર્ષે પાકિસ્તાની ટીમ લંડનમાં હતી ત્યારે ટીમ-મૅનેજમેન્ટે પાકિસ્તાની ટીમના બધા પ્લેયરોને તેમની રૉયલ ગાર્ડન હોટેલમાં પોતાના રૂમમાં નહીં પણ હોટેલની લૉબીમાં જ મઝહર કે અઝહર સાથે ચર્ચા કરવાની સૂચના આપી હતી. જોકે અઝહર ટેસ્ટમૅચ દરમ્યાન એક દિવસની રમત પછી સાંજે પેસબોલર વહાબ રિયાઝના રૂમમાં પહોંચી ગયો હતો. ત્યારે એ રૂમમાં સલમાન બટ અને કામરાન અકમલ પણ હતા અને તેમની વચ્ચે મધરાત સુધી મીટિંગ ચાલી હતી. એ મીટિંગ દરમ્યાન અઝહરે તેના નાના ભાઈ મઝહરને વારંવાર એસએમએસ પણ મોકલ્યા હોવાનું કોર્ટને ‘ન્યુઝ ઑફ ધ વલ્ર્ડ’ સાપ્તાહિકના રિપોર્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ-ઑપરેશનની વિગતો પરથી જાણવા મળ્યું હતું.