બ્રેક લઈને મૅક્સવેલે સારું ઉદાહરણ આપ્યું છે : કોહલી

14 November, 2019 12:57 PM IST  |  Mumbai

બ્રેક લઈને મૅક્સવેલે સારું ઉદાહરણ આપ્યું છે : કોહલી

મેક્સવેલ

ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. આ બ્રેક તેણે કેટલા સમય માટે લીધો છે એ વિશે કોઈ જાણકારી નથી આપી. ગ્લેન મૅક્સવેલે લીધેલા આ નિર્ણયને ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ બિરદાવ્યો છે. આ સંદર્ભે કોહલીએ કહ્યું હતું કે ‘તમે જ્યારે ઇન્ટરનૅશનલ લેવલ પર રમો છો ત્યારે એ ઘણું જરૂરી છે કે તમે એકબીજા સાથે કૉમ્યુનિકેટ કરો. મારા ખ્યાલથી મૅક્સવેલે બ્રેક લેવાનો જે નિર્ણય લીધો એ યોગ્ય છે. તેણે દરેક ક્રિકેટરો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમે જ્યારે પોતાના સારા ફૉર્મમાં નથી હોતા ત્યારે તમે સતત પ્રયાસ કરતા રહો છો, પણ એક લેવલે પહોંચી ગયા બાદ તમને પોતાના માટે સમય જોઈતો હોય છે. મારા જીવનમાં પણ એવા ઘણા બનાવ બન્યા છે જ્યારે મને લાગ્યું કે મારી દુનિયાનો અંત આવી ગયો છે. મને ત્યારે ખબર જ નહોતી પડતી કે મારે શું કરવું કે કોઈને શું કહેવું. કોની સાથે કેવી રીતે બોલવું અને વાત કરવી.’

glenn maxwell sports news