એક વર્ષ માટે મૅથ્યુઝ T20 ટીમના કૅપ્ટનપદે નિયુક્ત

26 October, 2012 05:42 AM IST  | 

એક વર્ષ માટે મૅથ્યુઝ T20 ટીમના કૅપ્ટનપદે નિયુક્ત



કોલંબો: શ્રીલંકાના ચીફ સિલેક્ટર અશન્થા ડિમેલના અધ્યક્ષસ્થાન હેઠળની સિલેક્શન કમિટીએ T20 ટીમના કૅપ્ટનપદે ઍન્જેલો મૅથ્યુઝને નીમ્યો છે. તેને એક વર્ષ માટે આ જવાબદારી સોંપવામાં આવી છે અને એની શરૂઆત મંગળવારે પલ્લેકેલમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી એકમાત્ર T20 મૅચથી થશે. માહેલા જયવર્દનેએ T20 વર્લ્ડ કપ પછી T20 ટીમનું સુકાન છોડી દીધું હતું.

લસિથ મલિન્ગાને એક વર્ષ માટે ટીમનો વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે તે મંગળવારની T20 મૅચમાંથી આરામ આપવામાં આવ્યો છે.

મેન્ડિસ પહેલી ચાર મૅચમાં નહીં

સિલેક્ટરોએ ન્યુ ઝીલૅન્ડ સામેની T20 મૅચની અને ત્યાર પછીની પહેલી ત્રણ વન-ડે માટેની ટીમ ગઈ કાલે જાહેર કરી હતી જેમાં ઈજાગ્રસ્ત અજંથા મેન્ડિસનો સમાવેશ નહોતો.

જયર્વદને અને મલિન્ગાને આરામ

જયવર્દને અને મલિન્ગાને ન્યુ ઝીલૅન્ડ સામેની T20 મૅચમાંથી આરામ આપવામાં આવ્યો છે. કૅપ્ટન મૅથ્યુઝની સાથે મલિન્ગા વાઇસ કૅપ્ટન તરીકે નિયુક્ત થયો છે, પરંતુ તેની ગેરહાજરીમાં નુવાન કુલસેકરાને મૅથ્યુઝનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો છે.