IND VS AUS: બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 191/7

14 February, 2019 12:50 PM IST  | 

IND VS AUS: બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 191/7

વિકેટ લીધા પછી ઈશાંત શર્માં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન બાદ બીજા દિવસે ભારતે પક્ષ મજબૂત કર્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 250 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 191 રન બનાવીને 7 વિકેટ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ રન અણનમ 60 રન બનાવ્યા છે. ભારત તરફથી અશ્વિને સૌથી વધુ 3 વિકેટ અને ઇશાંત અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.

ભારતીય બોલરોની કસાયેલી બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયા બીજા દિવસના અંત સુધીમાં માત્ર 191 રન બનાવી શક્યું હતું અને 7 વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી સૌથી અનુભવી સ્પિન બોલર અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે પણ 100 રનની અંદર 4 વિકેટ ગુમાવી હતી ત્યારબાદ પીટર હેન્ડકોમ અને હેડે બાજી સંભાળી હતી જો કે હેન્ડકોમ પણ 34 રને બુમરાહનો શિકાર બન્યો હતો.

મેચનો ત્રીજો દિવસ અત્યંત મહત્વનો રહેશે. ભારત ઓસ્ટ્રેલિયાને અહીંથી કેટલા રને રોકવા સક્ષમ રહેશે અને ત્યારબાદ ભારતીય બેટ્સમેન કેવી લડત આપશે તે મહત્વનું રહેશે.

ishant sharma cricket news sports border-gavaskar trophy