આજે ૫૩ વર્ષનો થયો માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર

24 April, 2026 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિન તેન્ડુલકર ફાઉન્ડેશનની એક ઇવેન્ટ દરમ્યાન થયેલી આ ઉજવણીમાં સચિનની દીકરી સારા અને પુત્રવધૂ સાનિયા પણ હાજર રહી હતી. 

૫૩ વર્ષનો થયો માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર

ક્રિકેટજગતનો મહાન બૅટર સચિન તેન્ડુલકર આજે ૫૩  વર્ષનો થયો છે. ૬૬૪ મૅચોમાં ૧૦૦ સદી અને ૧૬૪ ફિફટીના આધારે સૌથી વધુ ૩૪,૩૫૭ રન કરનાર આ માસ્ટર બ્લાસ્ટરના અનેક રેકૉર્ડ આજે પણ અકબંધ છે. હાલમાં તેણે છત્તીસગઢના દંતેવાડામાં બાળકો વચ્ચે ઍડ્વાન્સમાં વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સચિન તેન્ડુલકર ફાઉન્ડેશનની એક ઇવેન્ટ દરમ્યાન થયેલી આ ઉજવણીમાં સચિનની દીકરી સારા અને પુત્રવધૂ સાનિયા પણ હાજર રહી હતી. 

sachin tendulkar Sara Tendulkar anjali tendulkar sports news sports happy birthday cricket news