ઇંગ્લૅન્ડ સામે મસૂદની સેન્ચુરી

07 August, 2020 11:58 AM IST  |  Mumbai Desk | Agencies

ઇંગ્લૅન્ડ સામે મસૂદની સેન્ચુરી

મસૂદ

મૅન્ચેસ્ટર : (આઇ.એ.એન.એસ.) ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મૅચના બીજા દિવસે બાબર આઝમ મોટો સ્કોર ઊભો કર્યા વિના ૬૯ રને આઉટ થયો હતો, પણ શાન મસૂદે સેન્ચુરી ફટકારીને પાકિસ્તાનના સ્કોરબોર્ડને સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો. પાકિસ્તાન ૩૨૬ રન કરીને ઑલઆઉટ થયું હતું. તેમના ત્રણ પ્લેયર શાન મસૂદ, બાબર આઝમ અને શાદાબ ખાન ઇંગ્લૅન્ડ પર ભારે પડ્યા હતા. બાબરની વિકેટ પડ્યા બાદ અન્ય બે વિકેટ પણ જલદી પડી ગઈ હતી. શામ મસૂદ અને શાદાબ ખાને છઠ્ઠી વિકેટ માટે ૧૦૫ રનની પાર્ટનરશિપ કરી આપી હતી. શાદાબ ૪૫ રન કરીને ડોમ બેસનો શિકાર બન્યો હતો જેનો કૅચ બેન સ્ટોક્સે પકડ્યો હતો. મસૂદ ૧૮ ચોગ્ગા અને બે સિક્સર ફટકારીને ૧૫૬ પર આઉટ થયો હતો. બાબર આઉટ થયા પછી આવેલા અસદ શફિક અને મોહમ્મદ રિઝવાન અનુક્રમે ૭ અને ૯ રન કરીને પૅવિલિયનભેગા થયા હતા. ઇંગ્લૅન્ડ તરફથી જોફ્રા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રૉડે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ઇનિંગ-બ્રેક બાદ ઇંગ્લૅન્ડ બૅટિંગ પર આવ્યું હતું અને એણે ૩૨૬ રનના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને રમવું પડશે.

sports news sports cricket news