હું યુવાનોની મજાકનો શિકાર થઈ હતી : મૅરી

25 September, 2012 03:05 AM IST  | 

હું યુવાનોની મજાકનો શિકાર થઈ હતી : મૅરી



સુંદરી અય્યર

મુંબઈ, તા. ૨૫

લંડન ઑલિમ્પિક્સમાં મહિલા બૉક્સિંગનો બ્રૉન્ઝ મેડલ જીતનાર એમ. સી. મૅરી કૉમને ગઈ કાલે મુંબઈના એક ફંક્શનમાં ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા તેમ જ ઍક્ટર સંજય દત્તની માલિકીની સુપર ફાઇટ લીગે (એસએફએલ)ની બ્રૅન્ડ ઍમ્બેસેડર બનાવવામાં આવી હતી. એસએફએલ ભારતની પ્રથમ પ્રૉફેશનલ મિક્સ્ડ માર્શલ આર્ટ્સની હરીફાઈ છે જે આ ૧૨ ઑક્ટોબરે શરૂ થશે.

મૅરી કૉમે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સુપર ફાઇટ લીગથી મહિલાઓને ઘણો ફાયદો થશે. તેમને મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ઘણી તાલીમ મળશે. મહિલાઓ છેડતી અને મજાકનો શિકાર થતી હોય છે એનો ખુદ મને પણ અનુભવ છે. થોડા વષોર્ પહેલાં દિલ્હી, પંજાબ અને હરિયાણાના છોકરાઓએ મારી મજાક કરી હતી.’

આ ઉદાહરણ આપીને મૅરીએ મહિલાઓને એસએફએલમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.