હેં! ટેનિસ ખેલાડીમાર્ટિના નવરાતિલોવાએ ગર્લફ્રેન્ડ જુલિયા લેમિગોવા સાથે કર્યા લગ્ન

19 December, 2014 03:21 AM IST  | 

હેં! ટેનિસ ખેલાડીમાર્ટિના નવરાતિલોવાએ ગર્લફ્રેન્ડ જુલિયા લેમિગોવા સાથે કર્યા લગ્ન



નવ વખત વિમ્બલ્ડન જીતનારી મહાન ટેનિસ-પ્લેયર માર્ટિના નવરાતિલોવાએ સોમવારે ન્યુ યૉર્ક શહેરમાં પોતાની પાર્ટનર જુલિયા લેમિગોવા સાથે લગ્ન કર્યા હતાં. આ શહેરમાં ગે-મૅરેજ કાયદેસર છે. થોડા મહિના પહેલાં US ઓપન ટેનિસ સ્પર્ધા દરમ્યાન તેણે લેમિગોવાને જાહેરમાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. લગ્ન બાદ મીડિયા સાથે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે ક્યારેય લગ્ન થશે એની તેને કલ્પના નહોતી. અત્યારે હું ૫૮ વર્ષની છું. પહેલી વખત લગ્ન કરી રહી છું. એક ગે મહિલા તરીકે આ વિશે તમે વિચાર કરી શકતાં નથી. હવે ગે-મૅરેજ કાયદેસર છે.