માર્ટિન ગપ્ટિલે ફટકાર્યા નૉટઆઉટ ૧૮૦ રનરોહિત, સચિન અને રિચર્ડ્સને મૂક્યા પાછળ

02 March, 2017 08:03 AM IST  | 

માર્ટિન ગપ્ટિલે ફટકાર્યા નૉટઆઉટ ૧૮૦ રનરોહિત, સચિન અને રિચર્ડ્સને મૂક્યા પાછળ

મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા ઓપનર માર્ટિન ગપ્ટિલની નૉટઆઉટ ૧૮૦ રનની ઇનિંગ્સને કારણે ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે હૅમિલ્ટનમાં રમાયેલી ચોથી વન-ડે મૅચમાં સાઉથ આફ્રિકાને આસાનીથી સાત વિકેટે હરાવી દીધું હતું. આ જીતને કારણે સિરીઝ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. બન્ને ટીમ ૨-૨થી બરાબરી પર છે. છેલ્લી વન-ડેમાં જે જીતશે એ જ સિરીઝ પર કબજો જમાવશે. મૅચમાં પહેલાં બૅટિંગ કરતા સાઉથ આફ્રિકાએ નર્ધિારિત ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૭૯ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ગપ્ટિલના ૧૩૮ બૉલમાં ૧૧ સિક્સર અને ૧૫ ફોરની મદદથી કરેલા નૉટઆઉટ ૧૮૦ રનની મદદથી ૪૫ ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંકને આંબ્યો હતો.

ગપ્ટિલે પોતાની ઇનિંગ્સ દરમ્યાન વિવ રિચર્ડ્સ, સચિન તેન્ડુલકર અને રોહિત શર્માના રેકૉડ્ર્સ તોડ્યા હતા. ગપ્ટિલે આંતરરાષ્ટ્રીય વન-ડેમાં ત્રીજી વખત ૧૮૦ કે એથી વધુ રન ફટકાર્યા છે. તે આ મામલે રિચર્ડ્સ, તેન્ડુલકર અને રોહિતને પાછળ મૂકીને સૌથી આગળ નીકળી ગયો છે. રિચર્ડ્સ, તેન્ડુલકર અને રોહિતના નામે વન-ડેમાં બે વખત ૧૮૦ કરતાં વધુ રન કરવાના રેકૉર્ડ છે. ગપ્ટિલ ઉપરાંત કોઈ પણ ન્યુ ઝીલૅન્ડનો બૅટ્સમૅન વન-ડેમાં ૧૫૦ કરતાં વધુ સ્કોર નથી કરી શક્યો.

ગપ્ટિલની ૧૮૦ કરતાં વધુ રનની ત્રણ ઇનિંગ્સ

રન    કઈ ટીમ સામે    વર્ષ    સ્થળ

૧૮૯…    ઇંગ્લૅન્ડ    ૨૦૧૩    સાઉથમ્પ્ટન

૨૩૭…    વેસ્ટ ઇન્ડીઝ    ૨૦૧૫    વેલિંગ્ટન

૧૮૦…    સાઉથ આફ્રિકા    ૨૦૧૭    હૅમિલ્ટન