પાકિસ્તાને કર્યું ઇંગ્લૅન્ડને 219 રને ઑલઆઉટ

08 August, 2020 11:03 AM IST  |  Manchester | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને કર્યું ઇંગ્લૅન્ડને 219 રને ઑલઆઉટ

શાન મસૂદ

ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે પાકિસ્તાનના બોલરોએ કમાલ કરીને ગેમમાં પોતાનો દબદબો બનાવ્યો હતો. તેમની સામે ઇંગ્લૅન્ડ માત્ર ૨૧૯ રનમાં પૅવિલિયનભેગું થઈ ગયું હતું. ઇંગ્લૅન્ડે ત્રીજા દિવસે ૪ વિકેટે ૯૨ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ઓલી પોપના રૂપમાં ત્રીજા દિવસની પહેલી વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લૅન્ડ ઊભું નહોતું થઈ શક્યું. તેઓ સતત વિકેટ ગુમાવતા રહ્યા હતા અને ૨૧૯ રને ઑલઆઉટ થયા હતા. પોપે સૌથી વધારે ૬૨ રન કર્યા હતા અને તે વસીમ શાહનો શિકાર બન્યો હતો. જોસ બટલર અને ક્રિસ વૉક્સ અનુક્રમે ૩૮ અને ૧૯ રન કરીને યાસિરના હાથે બોલ્ડ થયા હતા. સ્ટુઅર્ટ બ્રૉડ ૨૫ બૉલમાં ૨૯ રન કરીને છેલ્લે સુધી નૉટઆઉટ રહ્યો હતો. યાસિર શાહે સૌથી વધારે ૪ વિકેટ મેળવી હતી, જ્યારે મોહમ્મદ અબ્બાસ અને શાદાબ ખાને બે-બે અને શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહે એક-એક વિકેટ મેળવી હતી. ઇંગ્લૅન્ડને ૨૧૯ રનમાં કરીને પાકિસ્તાને ૧૦૭ રનની લીડ મેળવી હતી. જોકે ઇંગ્લૅન્ડને ઓલઆઉટ કર્યા બાદ પાકિસ્તાન ફરી બીજી ઇનિંગ રમવા આવ્યું હતું અને ઇંગ્લૅન્ડે ૬૬ રન પર તેમની ચાર વિકેટ પાડી દીધી હતી. વૉક્સે બે વિકેટ લીધી હતી. પહેલી ઇનિંગમાં જોરદાર પર્ફોર્મન્સ કરનાર શાન મસૂદ ઝીરો અને બાબર આઝમ પણ પાંચ રન બનાવીને આઉટ થયો હતો.

pakistan england sports news cricket news test cricket