મેં જાડેજાને સિક્સ મારતાં માહિભાઈએ તેને ખૂબ જ ગાળો આપી હતી:ઇશાન્ત શર્મા

21 April, 2020 09:14 AM IST  |  Mumbai | Agencies

મેં જાડેજાને સિક્સ મારતાં માહિભાઈએ તેને ખૂબ જ ગાળો આપી હતી:ઇશાન્ત શર્મા

ઇશાન્ત શર્મા

ઇશાન્ત શર્મા તેની બોલિંગ માટે જાણીતો છે, પરંતુ તેની બૅટિંગ સ્કિલને કારણે પણ તેણે મહેન્દ્ર સિંહ ધોનીને ઇરિટેટ કરી નાખ્યો હતો. છેલ્લી આઇપીએલની સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની દિલ્હી કૅપિટલ્સની મૅચની છેલ્લી ઓવરમાં રમવા માટે ઇશાન્ત શર્મા આવ્યો હતો. તેણે રવીન્દ્ર જાડેજાની બોલિંગમાં ફોર અને સિક્સ માર્યો હતો. આ વિશે વાત કરતાં ઇશાન્તે કહ્યું હતું કે ‘છેલ્લી આઇપીએલમાં માહિભાઈ મારી મજાક બનાવી રહ્યા હતા કે હું સિક્સ નહીં મારી શકું, મારામાં એ પાવર જ નથી. ત્યાર બાદ જાડેજા ઓવર નાખવા આવ્યો અને મેં તેને ફોર અને ત્યાર બાદ સિક્સ મારી હતી. ત્યાર બાદ મેં મારો ચહેરો ફેરવીને માહીભાઈનું રિએક્શન જોયું અને તેઓ જાડેજાને ગાળો આપી રહ્યા હતા.’

ishant sharma cricket news sports news ms dhoni ravindra jadeja