મેન્ટર સમાન ધોની પાસે કોઈ પણ સમસ્યા લઈને જઈ શકે છે પંત

03 May, 2020 10:37 AM IST  |  New Delhi | Agencies

મેન્ટર સમાન ધોની પાસે કોઈ પણ સમસ્યા લઈને જઈ શકે છે પંત

ધોની અને પંત

મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા ભવિષ્યમાં રિષભ પંત લેશે એ વિશે ચર્ચા ચાલી રહી છે. જોકે પંત ધોનીને પોતાનો મેન્ટર ગણે છે. ધોની વિશે વાત કરતાં પંતે કહ્યું કે ‘ઑન ફીલ્ડ અને ઑફ ફીલ્ડ તેઓ મારા માટે મેન્ટર જેવા છે. કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો વગર સંકોચે તેમનો સંપર્ક કરી શકું છું અને તેઓ મને એ તકલીફનું પૂરેપૂરું સમાધાન કરી આપે છે. હું સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છું એમ પણ નથી. તેઓ માત્ર મને હિન્ટ આપે છે જેથી હું મારા પ્રૉબ્લમ જાતે સૉલ્વ કરી શકું. તેઓ મારા ફેવરિટ બૅટિંગ-પાર્ટનર પણ છે અને તેમની સાથે બૅટિંગ કરવાનું દર વખતે નસીબ નથી હોતું. માહીભાઈ જ્યારે ક્રીઝ પર હોય છે ત્યારે ફિંગર ક્રૉસ હોય છે. તેમના મગજમાં પ્લાન તૈયાર જ હોય છે, તમારે બસ એનું પાલન કરવાનું હોય છે. હું ખુશ છું કે માહીભાઈ અને ઍડમ ગિલક્રિસ્ટ બન્ને મારી ગેમનાં વખાણ કરે છે. પોતાના આદર્શ પાસેથી શીખવાની વાત સારી છે, પણ તમારે તેમની કૉપી નથી કરવાની, પણ પોતાની એક અલગ ઓળખાણ બનાવવાની છે.’

Rishabh Pant ms dhoni cricket news sports news